અભિનેતામાંથી રાજનેતા બનેલા થલપતિ વિજય વિવાદોમાં, TVKના કાર્યક્રમમાં બાઉન્સરે ચાહકને ઉઠાવીને ફેંકી દીધો; જુઓ વીડિયો
મદુરાઇમાં એક પાર્ટી પ્રોગ્રામમાં એક વ્યક્તિ પર હુમલો કરવા બદલ તામિલગા વેતરી કઝગમ (TVK)ના વડા અને અભિનેતા વિજય સામે એક કેસ નોંધાયો છે. ફરિયાદી સરથ કુમારે આરોપ લગાવ્યો છે કે જ્યારે તેણે અભિનેતાને નજીકથી જોવાનો પ્રયાસ કર્યો ત્યારે વિજયના બાઉન્સરોએ તેના પર હુમલો કર્યો. 2026માં થનારી તમિળનાડુ વિધાનસભાની ચૂંટણી અગાઉ મદુરાઇમાં વિજયની રાજકીય રેલી દરમિયાન આ ઘટના બની હતી.
21 ઑગસ્ટની રેલીના એક વીડિયોમાં TVKના વડા વિજય રેમ્પ પર ચાલતા જોઇ શકાય છે, જ્યારે લાખો લોકો કિનારે ઉભા રહીને રાજનેતાને જોઈને હાથ હલાવી રહ્યા છે અને જયજયકાર કરી રહ્યા છે છે. 7 મિનિટ લાંબા વીડિયોની શરૂઆતમાં એક વ્યક્તિને રેમ્પની નીચે ધક્કો મારતો જોઇ શકાય છે. જેવો જ વિજય રેમ્પ પર આગળ વધે છે, ઘણા ચાહકો રાજકારણીને શુભેચ્છા આપવા માટે સ્ટેજ પર કૂદી પડે છે, પરંતુ બાઉન્સર્સ તે બધાને ધક્કો મારીને દૂર કરે છે.
ફરિયાદીએ આરોપ લગાવ્યો છે કે વિજયનો ઘેરો બનાવનારા બાઉન્સર્સે તેની સાથે મારમારી કરી અને ધક્કો આપીને ફેંકી દીધો. તેણે મંગળવારે પરમ્બલુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
#WATCH | Madurai, Tamil Nadu | TVK chief and actor Vijay walked the ramp, greeting the attendees, as he arrived at the venue where he addressed a conference for TVK party workers. (21.08) pic.twitter.com/z1UnEYa4he — ANI (@ANI) August 21, 2025
#WATCH | Madurai, Tamil Nadu | TVK chief and actor Vijay walked the ramp, greeting the attendees, as he arrived at the venue where he addressed a conference for TVK party workers. (21.08) pic.twitter.com/z1UnEYa4he
વિજય અને તેના બાઉન્સર્સ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 189 (2), 296 (B) અને 115 (i) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આમાં ગેરકાયદેસર રીતે ભેગા થવું અને મૃત્યુ દંડ અથવા આજીવન કેદથી દંડનીય ગુના માટે ઉશ્કેરવાનો સમાવેશ થાય છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp