પાકિસ્તાનનું ભારત વિરુદ્ધ મોટું ષડયંત્ર! રાહુલ ગાંધીની યાત્રા દરમિયાન બિહારમાં ઘૂસ્યાં જૈશના 3 આતંકવાદીઓ
પાકિસ્તાને ફરી એક વખત ભારત વિરુદ્ધ મોટું ષડયંત્ર રચવાનો પ્રયાસ કર્યો છે. મળતી માહિતી મુજબ, જૈશ-એ-મોહમ્મદના 3 આતંકવાદીઓ બિહાર પહોંચ્યા હોવાની માહિતી મળી છે. આ આતંકવાદીઓ પહેલા પાકિસ્તાનથી નેપાળ આવ્યા હતા અને પછી ભારતમાં ઘૂસ્યા છે. ભારતીય સેનાએ ગુરુવારે (28 ઓગસ્ટ) જમ્મુ-કાશ્મીરમાં 2 આતંકવાદીઓને ઠાર માર્યા હતા, પરંતુ હવે આતંકવાદીઓ બિહાર પહોંચી ગયા છે. તેને લઈને પોલીસે હાઇ એલર્ટ પણ જાહેર કર્યું છે.
જૈશના 3 આતંકવાદીઓના નામ પણ સામે આવ્યા છે. હસનૈન અલી રાવલપિંડીનો રહેવાસી છે, જ્યારે આદિલ હુસૈન ઉમરકોટનો રહેવાસી છે. મોહમ્મદ ઉસ્માન બહાવલપુરનો રહેવાસી છે. આ 3 આતંકવાદીઓ બિહારમાં ઘૂસી ગયા છે, પરંતુ તેઓ કયા જિલ્લામાં કે શહેરમાં છે તેની માહિતી અત્યાર સુધી મળી શકી નથી.
પાકિસ્તાનના ત્રણેય આતંકવાદીઓ નેપાળના કાઠમંડુ આવ્યા હતા. આ ત્રણેય ઓગસ્ટના બીજા અઠવાડિયામાં અહીં પહોંચ્યા હતા અને ત્યારબાદ તેઓ ગયા અઠવાડિયે નેપાળ સરહદથી ભારત આવ્યા હતા. તેઓ અત્યારે પણ બિહારમાં છે. બિહાર પોલીસે આ અંગે હાઇ એલર્ટ જાહેર કર્યું છે અને સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ આતંકવાદીઓનું લક્ષ્ય શું છે અને તેઓ ક્યાં રહે છે, તેને લઈને અત્યારે માહિતી ઉપલબ્ધ નથી.
ઓપરેશન સિંદૂર બાદ ભારતીય સેનાએ સતત આતંકવાદીઓ સામે કાર્યવાહી કરી છે, પરંતુ હવે બિહારમાં ષડયંત્રની આશંકા છે. આ વર્ષના અંતમાં બિહારમાં ચૂંટણી પણ થવાની છે. રાહુલ ગાંધી અત્યારે બિહારમાં યાત્રા પણ કરી રહ્યા હતા. હવે આ એલર્ટ બાદ યાત્રા રદ કરવામાં આવી છે. પાકિસ્તાની આતંકીઓનું ભારતમાં ઘૂસવું ખૂબ જ ગંભીર બાબત માનવમાં આવી રહી છે, પરંતુ પાકિસ્તાની આતંકવાદીઓનો ટારગેટ શું છે, તે હજુ સ્પષ્ટ થયું નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp