રશિયાનો યુક્રેનની રાજધાની પર મોટો હવાઈ હુમલો, ઝેલેન્સકીએ કહ્યું- 'રશિયા હજુ પણ પરિણામોથી ડરતું

રશિયાનો યુક્રેનની રાજધાની પર મોટો હવાઈ હુમલો, ઝેલેન્સકીએ કહ્યું- 'રશિયા હજુ પણ પરિણામોથી ડરતું નથી. તેને ટેબલ પર લાવવા...' જાણો વિગતો

08/28/2025 WAR UPDATES

SidhiKhabar

SidhiKhabar

રશિયાનો યુક્રેનની રાજધાની પર મોટો હવાઈ હુમલો, ઝેલેન્સકીએ કહ્યું- 'રશિયા હજુ પણ પરિણામોથી ડરતું

ફરી એકવાર રશિયા દ્વારા યુક્રેન પર એક મોટો હુમલો કરવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે,ગુરુવારે વહેલી સવારે શક્તિશાળી વિસ્ફોટોથી કિવ હચમચી ઉઠ્યું, જેનાથી આકાશમાં પ્રકાશ છવાઈ ગયો અને ધુમાડાના ગોટા છવાઈ ગયા હતા. કારણ કે રશિયન પ્રોજેક્ટાઇલ્સે શહેરના અનેક જિલ્લાઓમાં ઇમારતોને નુકસાન પહોંચાડી નાશ કર્યો છે. યુક્રેનની રાજધાની પર થયેલા આ હુમલામાં બે બાળકો સહિત ઓછામાં ઓછા આઠ લોકો માર્યા ગયા છે, અને ડઝનબંધ લોકો ઘાયલ થયા છે.



રશિયા દ્વારા મોટો હુમલો

મધ્ય કિવમાં થયેલા બીજા હુમલામાં કાચ તૂટેલા મુખ્ય રસ્તા પર છવાઈ ગયા હતા, અને બચાવ ટીમો શહેરના લગભગ 20 અસરગ્રસ્ત સ્થળોએથી કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે કામ કરી રહી હતી. કિવના મેયર વિટાલી ક્લિટ્સ્કોએ તેને રશિયા દ્વારા "મોટા હુમલા" તરીકે વર્ણવ્યું હતું. યુનાઈટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ મહિનાની શરૂઆતમાં યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવાની ચર્ચા કરવા માટે તેમના રશિયન સમકક્ષ વ્લાદિમીર પુતિનને મળ્યા પછી કિવ પર હુમલો કરાયેલો આ પહેલો મોટો સંયુક્ત રશિયન ડ્રોન અને મિસાઇલ હુમલો હતો.



X પરની એક પોસ્ટમાં, ઝેલેન્સકીએ પીડિતોના પ્રિયજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. ઉપરાંત તેમણે રશિયા પર આંતરરાષ્ટ્રીય સમુદાય તરફથી વધુ દબાણ લાવવાની હાકલ પણ કરી હતી, જેમાં "નવા, કડક પ્રતિબંધો"નો સમાવેશ થાય છે. જેમાં ચીન અને હંગેરી જેવા દેશો પાસેથી પ્રતિક્રિયાની વધું અપેક્ષા રાખે છે".


રશિયા વાટાઘાટોના ટેબલને બદલે બેલિસ્ટિક્સ વધું પસંદ

રશિયા વાટાઘાટોના ટેબલને બદલે બેલિસ્ટિક્સ વધું પસંદ

ઝેલેન્સકીએ વધુમાં કહ્યું કે, તેઓને યુદ્ધ સમાપ્ત કરવા માટે વાટાઘાટો અંગે મોસ્કો તરફથી ખૂબ જ ઘમંડી અને નકારાત્મક સંકેતો મળેલ છે, અને રશિયાને વાટાઘાટોના ટેબલ પર લાવવા માટે વધુ આંતરરાષ્ટ્રીય દબાણની જરૂર છે. "રશિયા વાટાઘાટોના ટેબલને બદલે બેલિસ્ટિક્સ વધું પસંદ કરે છે. તે યુદ્ધ સમાપ્ત કરવાને બદલે હત્યા ચાલુ રાખવાનું વધુ પસંદ કરે છે. અને આનો અર્થ એ છે કે રશિયા હજુ પણ પરિણામોથી ડરતું નથી."

દરમિયાન, રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે યુક્રેનિયન ડ્રોનએ રાતોરાત દેશના ઓછામાં ઓછા સાત પ્રદેશોને નિશાન બનાવ્યા હતા, જેમાં હવાઈ સંરક્ષણ પ્રણાલીઓએ 100 થી વધુ ડ્રોનને અટકાવ્યા હતા અને તેનો નાશ કર્યો હતો.



તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top