સાસુએ વરરાજાનું નાક ખેંચતા બંને પક્ષે બબાલ : જાન લીલા તોરણે પાછી ફરી!

સાસુએ વરરાજાનું નાક ખેંચતા બંને પક્ષે બબાલ : જાન લીલા તોરણે પાછી ફરી!

01/24/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સાસુએ વરરાજાનું નાક ખેંચતા બંને પક્ષે બબાલ : જાન લીલા તોરણે પાછી ફરી!

જામનગર: લગ્નમાં સાસુ વરરાજાનું નાક ખેંચે તેવો રિવાજ આજે પણ ઘણા ક્ષેત્રોમાં પ્રચલિત છે. જોકે, જામનગરમાં એક લગ્નપ્રસંગમાં આ મામલે વર પક્ષ અને કન્યા પક્ષ વચ્ચે મોટી બબાલ થઇ ગઈ હતી અને પછી વિવાદ વધુ વકરતા જાન લીલા તોરણે પાછી ફરી હતી. 

વાત જાણે એમ છે કે, જામનગરના લીમડાલાઈન વિસ્તારમાં રહેતા અને અમેરિકા સ્થાયી થયેલા યુવકને શહેરમાં જ રહેતી એક યુવતી સાથે પ્રેમસબંધ બંધાયો હતો. ત્યારબાદ બંનેના પરિવારની સંમતિથી ગત 20 જાન્યુઆરીના રોજ બંને લગ્નગ્રંથિથી જોડાવા જઈ રહ્યા હતા. 


બંનેના લગ્ન જામનગરની જ એક હોટેલમાં આયોજિત થયા હતા. આ દરમિયાન યુવતીની માતાએ વરરાજાનું નાક પકડવાની વિધિ શરૂ કરતા વરપક્ષ તરફથી ઇનકાર કરવામાં આવ્યો હતો. પરંતુ યુવતીની માતાએ માત્ર નાકને સ્પર્શ કરવાનું જણાવી વિધિ કરી હતી પરંતુ તેમાંથી વરરાજાના પરિવારને વાંકુ પડી ગયું હતું અને યુવકના પરિવારજનોએ યુવતીની માતાનો ઉધડો લઇ નાંખ્યો હતો. 

બંને પક્ષે બોલાચાલી થયા બાદ કન્યા સ્વયં દરવાજા પાસે આવીને ઉભી રહી ગઈ હતી અને તેણે જ માતાના અપમાનને કારણે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ જાન પાછી ફરી હતી તો કન્યા પક્ષે પણ પછી  લગ્નસ્થળેથી વિદાય લીધી હતી. લગ્ન સમારોહ માટે બનેલ ભોજન પણ જેમનું તેમ પડી રહ્યું હતું અને કન્યા પક્ષે ગિફ્ટ પણ પરત મોકલાવી દીધી હતી. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top