ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ પહેલા ટીમ ઇન્ડિયાની ચિંતા વધી, બે ખેલાડીઓ કોરોનાથી સંક્રમિત

ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ પહેલા ટીમ ઇન્ડિયાની ચિંતા વધી, બે ખેલાડીઓ કોરોનાથી સંક્રમિત

07/15/2021 Sports

SidhiKhabar

SidhiKhabar

ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ પહેલા ટીમ ઇન્ડિયાની ચિંતા વધી, બે ખેલાડીઓ કોરોનાથી સંક્રમિત

સ્પોર્ટ્સ ડેસ્ક: ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ (test series) શરૂ થાય તે પહેલા ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket team) માટે માઠા સમાચારો આવ્યા છે. ભારતીય ટીમના બે ખેલાડીઓ કોરોનાથી સંક્રમિત (Corona Positive) થઇ ગયા છે. જેથી આ બંને ખેલાડીઓ હવે ટીમ સાથે ગુરુવારે ડરહમની યાત્રા કરી શકશે નહીં.

ખેલાડીઓ હાલ બ્રેક પર છે

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (world test championship) બાદ હાલ ટીમ ઇન્ડિયાનો બ્રેક ચાલી રહ્યો છે અને આ દિવસોમાં ખેલાડીઓ પરિવાર સાથે ઇંગ્લેન્ડમાં રજા માણી રહ્યા છે. જે બે ખેલાડીઓ કોરોના પોઝિટીવ આવ્યા છે તેમાંથી એક રિકવર થઇ ગયો છે જ્યારે બીજા ખેલાડીનો જલ્દીથી ટેસ્ટ કરવામાં આવશે. જોકે, આ બંને ખેલાડીઓના નામ જાહેર કરવામાં આવ્યા નથી.

એકનો રિપોર્ટ નેગેટિવ, બીજાનો હવે ટેસ્ટ થશે

સમાચાર એજન્સી ANIના રિપોર્ટ અનુસાર, બંને ખેલાડીઓને ઠંડી લાગવી, ખાંસી જેવા લક્ષણો દેખાયા હતા. જેથી ટેસ્ટ કરવામાં આવતા બંને કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, હાલ બંનેની તબિયત સ્થિર છે અને એક ખેલાડીનો રિપોર્ટ નેગેટિવ આવી ચુક્યો છે જ્યારે બીજાનો ટેસ્ટ ૧૮ જુલાઈએ કરવામાં આવશે. ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ આ ખેલાડી પણ ટીમ સાથે જોડાઈ જશે તેમ જણાવાયું છે.

ગુરુવારે ટીમ ડરહમ જશે, સંક્રમિત ખેલાડીઓ નહીં જઈ શકે

હાલ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ લંડનમાં છે અને હવે ટીમ ડરહમ જશે. માત્ર જે ખેલાડી પોઝિટીવ આવ્યા છે, તે ટીમ સાથે જઈ શકશે નહીં. બાયોબબલમાં સામેલ થવા પહેલા તમામ ખેલાડીઓના ટેસ્ટ કરવામાં આવશે. જાણકારી મળ્યા અનુસાર, ખેલાડીઓ ત્રણ-ચાર દિવસ પહેલા જ કોરોના રસીનો બીજો ડોઝ લઇ ચુક્યા છે. તેમજ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCI તરફથી ખેલાડીઓને વિબંલડન અને યુરો કપ જોવા જવા માટે પણ મનાઈ ફરમાવવામાં આવી હતી.

નોંધવું મહત્વનું છે કે, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ ઓગસ્ટ મહિનાના પ્રથમ અઠવાડિયામાં રમાશે. ભારતીય ટીમ પાંચ મેચની સીરીઝ રમવાની છે. આ પહેલા ૨૦ જુલાઈએ ભારતની ટીમે કાઉન્ટી મેચ રમવાની હશે, જે ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચ હશે.

કાઉન્ટી પ્રશાસનની એક શાખા છે, જેમ ભારતમાં જિલ્લા અને રાજ્યો હોય છે. આ પ્રકારનું વિભાજન મુખ્યત્વે બ્રિટન અને અમેરિકામાં જોવા મળે છે. આ પ્રકારની કાઉન્ટીઓ વચ્ચે રમાતી ડોમેસ્ટિક ક્રિકેટને કાઉન્ટી ક્રિકેટ કહેવાય છે. કાઉન્ટી ક્રિકેટ મુખ્યત્વે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમવામાં આવે છે. ક્રિકેટની શરૂઆત આ કાઉન્ટીઓથી જ થઇ હોવાનું માનવામાં આવે છે. ભારતીય ટીમ પ્રેકટીસ માટે કાઉન્ટી ક્રિકેટ રમશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top