ભારત રશિયા વિરુદ્ધ મત પ્રદર્શિત કરે એ માટે અમેરિકા લગાવી રહ્યું છે એડી ચોટીનું જોર, પણ મચક નથી

ભારત રશિયા વિરુદ્ધ મત પ્રદર્શિત કરે એ માટે અમેરિકા લગાવી રહ્યું છે એડી ચોટીનું જોર, પણ મચક નથી આપતું ભારત

03/03/2022 WAR UPDATES

SidhiKhabar

SidhiKhabar

ભારત રશિયા વિરુદ્ધ મત પ્રદર્શિત કરે એ માટે અમેરિકા લગાવી રહ્યું છે એડી ચોટીનું જોર, પણ મચક નથી

Russia Ukraine war : રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો એ પછી જે કટોકટીભરી પરિસ્થિતિ (Ukraine Crises) ઉભી થઇ છે, એમાં વિશ્વની શક્તિશાળી સૈન્યસતાઓ ગણાતા USA અને Russia વધુને વધુ દેશોને પોતાની તરફેણમાં લેવા ઈચ્છે છે. એ વાત સાફ છે કે જે દેશ પાસે વધુ શક્તિશાળી મિત્રો હશે, એનું પલડું ભારી રહેશે. રશિયા પોતે અત્યંત શક્તિશાળી સૈન્યબળ ધરાવે છે. વળી એની પાસે ન્યુક્લિયર હથિયારોનો પણ ભંડાર છે. એટલે અમેરિકા સ્વાભાવિક રીતે જ રશિયા સામે યુધ્ધમાં ઉતરવા નથી માંગતું. એના બદલે રશિયા વિરુદ્ધ પ્રચંડ આંતરરાષ્ટ્રીય દબાણ ઉભું કરીને રશિયાને બેકફૂટ પર મોકલવાની યોજના અમેરિકાએ અમલમાં મૂકી છે. આ બાબતે India મહત્વનો ‘પ્લેયર’ સાબિત થઇ શકે છે. કારણકે એશિયાના મહત્વના દેશોમાં ભારત અને ચીનની ગણના થાય છે. ચીન રશિયાનું પડોશી અને અમેરિકાનું કટ્ટર વિરોધી છે. એશિયામાં ચીનને રાજકીય અને લશ્કરી દ્રષ્ટિએ ટક્કર આપી શકે એવો એકમાત્ર દેશ ભારત છે. આવા સંજોગોમાં અમેરિકા માટે સ્વાભાવિક રીતે જ ભારત બહુ મહત્વપૂર્ણ દેશ બની રહે એમ છે.


અમેરિકાના ટોચના રાજદ્વારીઓ ભારતને વિનવી રહ્યા છે

અમેરિકાના ટોચના રાજદ્વારીઓ ભારતને વિનવી રહ્યા છે

અમેરિકાના ટોચના રાજદ્વારીઓ ભારતને પુતિન (Putin) અને રશિયા વિરુદ્ધ સ્ટેન્ડ લેવા માટે સતત વિનવી રહ્યા છે. પરંતુ હજી સુધી એમને કોઈ સફળતા મળી નથી. ગઈકાલે (બુધવારે) આ મામલે સંયુક્ત રાષ્ટ્રની સભામાં ત્રીજી વખત વોટિંગ કરાવવામાં આવ્ય હતું. ગઈકાલની સંયુક્ત રાષ્ટ્રોની સભામાં રશિયા વિરુદ્ધનું રિઝોલ્યુશન 141 વિરુદ્ધ 5 મતે પસાર થયું હતું. વિરુદ્ધમાં મત આપનારા સભ્યોમાં રશિયા સહિત સીરિયા, એરિટ્રિયા, બેલારુસ અને નોર્થ કોરિયાનો સમાવેશ થાય છે. જ્યારે ચીન, ક્યુબા, વેનેઝુએલા, સાઉથ આફ્રિકા અને ભારત સહિતના 35 દેશો વોટિંગથી દૂર રહ્યા હતા.

અમેરિકાના સ્ટેટ સેક્રેટરી ડોનાલ્ડ લૂએ કહ્યું કે, “અનેક દેશોએ ભારતને વિનંતી કરી છે કે તે યુક્રેનની અખંડિતતા માટે રશિયા વિરુદ્ધ મતદાન કરે. અમારા અધિકારીઓ આ બાબતે ભારતને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સામે પક્ષે ભારતે બીજો કોઈ ફોડ પાડવાને બદલે પોતાના રાજદ્વારી મારફત શાંતિની અપીલ કરી છે. યુએન ખાતે ભારતીય રાજદૂત ટી. એસ. તિરુમૂર્તિએ યુક્રેનની હાલત અંગે ચિંતા પ્રદર્શિત કર્તા કહ્યું હતું કે ભારત માનવીય દ્રષ્ટિએ દરેક પ્રકારની સહાયતા કરવા તૈયાર છે. આ સંકટને વાતચીત દ્વારા જ ઉકેલવું જોઈએ. એમણે ઉમેર્યું હતું કે ભારત શાંતિ માટે આંતરરાષ્ટ્રીય કોમ્યુનિટીના સમર્થનમાં છે.


ભારતને વખાણી રહ્યું છે અમેરિકા

ભારતને વખાણી રહ્યું છે અમેરિકા

સંયુક્ત રાષ્ટ્રોમાં ભારે આંતરરાષ્ટ્રીય દબાણનો સામનો કરીને પણ ભારતે રશિયા વિરુદ્ધ જવાને બદલે તટસ્થ રહેવાનું પસંદ કર્યું છે. આથી અમેરિકા સ્વાભાવિકપણે જ ચિંતામાં છે. રશિયા ભારતનું જૂનું દોસ્ત છે. બીજી તરફ ભારતના નવા નવા દોસ્ત બનેલા અમેરિકાને પણ ઉપખંડમાં ભારત જેવા મજબૂત મિત્રની તાતી જરૂરિયાત છે. આથી બાઈડેનથી (Joe Biden) માંડીને અમેરિકી સેનેટર્સ અને અધિકારીઓ ભારતને પોતાના પક્ષમાં લેવા ઈચ્છે છે. આ માટે તેઓ ભારતના વખાણ કરવાનું પણ ચૂક્યા નથી!

અમેરિકાના એક વરિષ્ઠ સેનેટરે તો ભારત અને અમેરિકા વચ્ચે વધી રહેલી દોસ્તી માટે ભારતના લોકો અને મોદી સરકારનો (PM Nrendra Modi) આભાર સુધ્ધાં માની લીધો છે! નિયર ઈસ્ટ, સાઉથ એશિયા, સેન્ટ્રલ એશિયા અને આતંકવાદ વિરોધી સીનેટ ફોરેન રિલેશન્સ ઉપ્સમીતીના અધ્યક્ષ સેનેટર ક્રિસ મર્ફીએ કહ્યું હતું કે, “ભારત-અમેરિકી સંબંધો ભૂતકાળમાં ક્યારેય આટલા મજબૂત નથી રહ્યા. હાલમાં કેટલીક સારી બાબતોને લીધે દ્વિપક્ષી સંબંધો વિકસી રહ્યા છે. ભારત વિશ્વની છઠ્ઠા ક્રમની મોટી અર્થવ્યવસ્થા છે, જે ઝડપથી વિકસી રહી છે.”

જો કે અમેરિકાના આવા વખાણો ભારતના નિર્ણયો ઉપર ઝાઝી અસર પાડે એવી શક્યતા જણાતી નથી. કેમકે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં કોઈ કાયમી દોસ્ત-દુશ્મન હોતા નથી, બધા સ્વાર્થના જ સગપણ હોય છે, એ વાત સમજી ચૂકેલું નવું ભારત પોતાના લાંબા ગાળાના હિતોને ધ્યાનમાં રાખીને જ નિર્ણય લેશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top