શું હોય છે સ્ટિકી બોમ્બ? લાલ કિલ્લા વિસ્ફોટમાં ઉપયોગ થવાની આશંકા, ઈઝરાયેલ એમ્બેસી એટેકમાં પણ ઉપયોગમાં લેવાયો હતો
સોમવારે સાંજે દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે થયેલા બ્લાસ્ટમાં 11 લોકોના મોત, જ્યારે 20 કરતાં વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોની LNJP હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘણા લોકોની હાલત ગંભીર હોવાનું કહેવામા આવી રહ્યું છે. વિસ્ફોટ બાદ કેટલાક વાહનોમાં આગ લાગી ગઈ હતી. વિસ્ફોટ સાંજે 6:32 વાગ્યાની આસપાસ થયો હતો. ગાડી રેડ લાઇટ પાસે ઊભી હતી. દિલ્હી ફાયર બ્રિગેડને સાંજે 6:55 વાગ્યે પહેલો કોલ મળ્યો હતો. આ બ્લાસ્ટમાં સ્ટિકી બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની આશંકા છે. ચાલુ ગાડીએ બ્લાસ્ટ થવાની આશંકા છે. પ્રશ્ન એ છે કે સ્ટિકી બોમ્બ શું હોય છે?
2012માં મોટરસાઇકલ પર આવેલા આતંકવાદીઓએ ઇઝરાયલી દૂતાવાસની કાર પર સ્ટિકી બોમ્બથી હુમલો કર્યો હતો. ભારતમાં આ પ્રકારનો આ પહેલો હુમલો હતો. આ ઘટનામાં ઇઝરાયલી દૂતાવાસના અધિકારીની પત્ની અને ડ્રાઇવર સહિત 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. દિલ્હી પોલીસ હજુ પણ આ હુમલાનું રહસ્ય ઉકેલી શકી નથી. આ મેગ્નેટ યુક્ત આ બોમ્બ ચુંબકની મદદથી દૂતાવાસની ટોયોટા ઇનોવા કાર સાથે ચોંટાડી દેવામાં આવી હતી. તેની થોડીક સેકન્ડ બાદ જ બોમ્બ ફૂટ્યો હતો
માહિતી અનુસાર, સ્ટિકી બોમ્બ કદમાં ખૂબ નાનો હોય છે, પરંતુ તેનાથી થનારું નુકસાન ખૂબ જ ઘાતક હોય છે. આ બોમ્બ ખૂબ જ સસ્તો હોય છે. તે એક એવો બોમ્બ છે જે ગાડીઓ અથવા કોઈ વસ્તુઓ પર ફેંકવામાં આવે ત્યારે ચોંટી જાય છે. તેને રિમોટનો ઉપયોગ કરીને અથવા ટાઈમર સેટ કરીને વિસ્ફોટ કરવામાં આવે છે. આ બોમ્બને ‘મેગ્નેટિક બોમ્બ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્ટિકી બોમ્બમાં સામાન્ય રીતે 50-10 મિનિટનું ટાઈમર હોય છે. સ્ટિકી બોમ્બ માત્ર બે હજાર રૂપિયામાં બનાવી શકાય છે. ઉપયોગમાં સરળતાને કારણે, આતંકવાદીઓ તેનો ખૂબ ઉપયોગ કરી રહ્યા છે.
અફઘાનિસ્તાનમાં 2021થી મોટા ભાગે બોમ્બ ધમાકા આ સ્ટિકી બોમ્બથી કરવામાં આવે છે. આતંકવાદીઓ અફઘાનિસ્તાનમાં ટ્રાફિક સિગ્નલ પર અથવા ધાર્મિક સ્થળોની બહાર પાર્ક કરેલા વાહનોમાં સ્ટિકી બોમ્બ ચોંટાડી દે છે. તેઓ આ હેતુ માટે બાળકોનો ઉપયોગ કરતા હતા. ત્યારબાદ તેઓ મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને રિમોટલી આતંકવાદી હુમલાઓને અંજામ આપતા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સ્ટિકી બોમ્બનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઈરાનમાં પણ સ્ટિકી બોમ્બનો ઉપયોગ કરીને અનેક આતંકવાદી હુમલાઓ કરવામાં આવ્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp