ટ્રમ્પે આતંકવાદી ઓસામા બિન લાદેનના આ ખાસ મિત્રને મુક્ત કર્યો
Donald Trump releases Khan Mohammad: ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે (20 જાન્યુઆરી) અમેરિકામાં કાર્યભાર સંભાળ્યો. ખાન મોહમ્મદને આતંકવાદી ઓસામા બિન લાદેનની નજીકનો મિત્ર કહેવામાં આવે છે. જેને કાર્યભાર સંભાળ્યા બાદ, ટ્રમ્પે ગ્વાન્તાનામોને જેલમાંથી મુક્ત કરી દીધો. તેના જવાબમાં, અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે પણ 2 અમેરિકન નાગરિકોને તેની જેલમાંથી મુક્ત કર્યા છે. જોકે, પાકિસ્તાની નાગરિક ડૉ. આફિયા અંગે અમેરિકન પ્રશાસને હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી.
ખાન મોહમ્મદ અફઘાન તાલિબાનનો સભ્ય હતો જે અમેરિકન લશ્કરી કાર્યવાહી દરમિયાન અફઘાનિસ્તાનમાં પકડાયો હતો. તેને 2008માં જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. BBCના એક અહેવાલ મુજબ, મોહમ્મદ ખાન નામનો એક અફઘાન નાગરિક ડ્રગ હેરફેર અને આતંકવાદના આરોપસર કેલિફોર્નિયાની જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો.
તાલિબાને કથિત ગુનાઓના આરોપસર 3 અમેરિકન નાગરિકોને બંધક બનાવ્યા હતા. તાલિબાને અમેરિકા સમક્ષ માગણી કરી કે આ અમેરિકન નાગરિકોના બદલામાં અમેરિકન જેલમાં કેદ અફઘાન આતંકવાદીઓ અને એક પાકિસ્તાની આતંકવાદી ડૉ. આફિયાને મુક્ત કરી દેવામાં આવે. આ બાબતે અમેરિકા અને અફઘાન તાલિબાન વચ્ચે લાંબી વાટાઘાટો પણ થઈ હતી. પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિએ શરૂઆતના તબક્કામાં જ આ વાતચીતને નકારી કાઢી હતી. તેમનું માનવું હતું કે તાલિબાન સાથે કોઈ સમાધાન કરવામાં નહીં આવે.
તાલિબાનની અફઘાન સરકારે 3 અમેરિકન કેદીઓના બદલામાં ગ્વાન્તાનામો જેલમાંથી એક અફઘાન કેદી ખાન મોહમ્મદને મુક્ત કરવાની માગ કરી હતી. આતંકવાદી ખાન મોહમ્મદને આતંકવાદી ઓસામા બિન લાદેનની ખૂબ નજીકનો માનવામાં આવે છે. આ અંગે, અફઘાન તાલિબાને સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી ખાસ મોહમ્મદને મુક્ત કરવામાં ન આવે ત્યાં સુધી તાલિબાન કોઈપણ કેદીને મુક્ત કરશે નહીં.
અફઘાન વચગાળાની સરકારના વિદેશ મંત્રાલયે મંગળવારે (21 જાન્યુઆરી) એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમેરિકાના એક અફઘાન કેદી ખાન મોહમ્મદને ગ્વાંન્તાનામો જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. તેની મુક્તિ યુનાઇટેડ સ્ટેટ્સ સાથે કેદીઓના વિનિમય માટે વ્યાપક વાટાઘાટોનું પરિણામ છે. ખાન મોહમ્મદની લગભગ 2 દાયકા અગાઉ નાંગરહાર પ્રાંતમાં ધરપકડ કરવામાં આવી હતી અને અમેરિકાના કેલિફોર્નિયામાં તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી."
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભૂતપૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેનના નિર્ણયને ઉલટાવી દીધો છે. ખાન મોહમ્મદને 2 અમેરિકન નાગરિકો રાયન કોર્બેટ અને વિલિયમ મેકેન્ટીના બદલામાં મુક્ત કરવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે કોઈપણ સંજોગોમાં અમેરિકન નાગરિકોની મુક્તિને સમર્થન આપ્યું હતું. જ્યારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડેન કોઈપણ કિંમતે આતંકવાદીને છોડવા તૈયાર નહોતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp