Ahmedabad: સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઝડપાયું 4.6 કિલો ડ્રગ્સ

Ahmedabad: સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઝડપાયું 4.6 કિલો ડ્રગ્સ

01/22/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Ahmedabad: સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઝડપાયું 4.6 કિલો ડ્રગ્સ

Drugs Seized at Ahmedabad: ગુજરાતમાં અત્યારે સતત ગુનાહિત ઘટનાઓ વધી રહી છે. હત્યાથી લઇને બળાત્કાર, દારુ તસ્કરીથી લઇને ડ્રગ્સ તસ્કરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. એવું લાગી રહ્યું છે જાણે જે ગુજરાત હવે ઉડતા ગુજરાત બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગુજરાતમાંથી સતત ડ્રગ્સ પકડવાના કિસ્સા સામે આવી રહ્યા છે. હવે ફરી એક વખત અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ડ્રગ્સ ઝડપાયું છે.


4.6 કિલો હાઇડ્રોપોનિક વીડ ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું

4.6 કિલો હાઇડ્રોપોનિક વીડ ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું

મળતી માહિતી મુજબ બેંગકોકથી આવી રહેલા મુશ્તાક અહેમદ ઉમર ભટ્ટી નામના મુસાફરની તપાસ દરમિયાન 4.6 કિલો હાઇડ્રોપોનિકવીડ ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું, જેની અંદાજે કિંમત 7 કરોડની છે. અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર બેંગકોકની ફ્લાઇટમાંથી આવતા પેસેન્જર ડ્રગ્સ લઇને આવતા હોવાની બાતમીના આધારે કસ્ટમરના અધિકારીઓ પેસેન્જરની તપાસ કરી રહ્યા હતા. આ હાઇડ્રોફોનિક વીડ અમદાવાદમાં કોને આપવાનું હતું? અને પેસેન્જરને કેટલું કમિશન મળ્યું? તેની કસ્ટમ વિભાગના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.

4 દિવસમાં આ બીજો કેસ બન્યો છે. આ અગાઉ અમદાવાદ આવેલી એક મહિલા પાસેથી 2349 ગ્રામ હાઇડ્રોપોનિક વીડ મળી આવ્યું હતું. જેને ગાંજા કરતા હાઇ ક્વાલિટીનું માનવામાં આવે છે. આ મહિલાની NDPS એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.


આ અગાઉ પણ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપૉર્ટ પરથી ડ્રગ્સ ઝડપાયું છે

આ અગાઉ પણ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપૉર્ટ પરથી ડ્રગ્સ ઝડપાયું છે

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપૉર્ટ પરથી અગાઉ 15 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હતુ. અમદાવાદ DRIના અધિકારીઓએ બેંગકોકથી અમદાવાદ આવેલી ફ્લાઇટના 2 મુસાફરો પાસેથી 9.5 કિલોગ્રામ અને 6 કિલોગ્રામ હાઇબ્રીડ ગાંજો જપ્ત કર્યો હતો. આ 15.5 કિલોગ્રામ હાઇબ્રિડ ગાંજાની ઇન્ટરનેશનલ માર્કેટ કિંમત 15 કરોડ રૂપિયા થતી હતી. ભારતીય નાગરિકે ગાંજો વેક્યૂમ પેકિંગ કરીને છુપાવ્યો હતો પણ, વેક્યૂમ પેકિંગ કરવા અગાઉ ખાસ પ્રકારનું કેમિકલ નાખીને ગાંજો પ્રોસેસ કરવામાં આવ્યું હતો જેથી કરીને ગાંજાની ગંધ ન આવે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top