મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં કોણ બનશે મુખ્યમંત્રી? CM એકનાથ શિંદે બોલ્યા- હું રેસમાં નથી!

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં કોણ બનશે મુખ્યમંત્રી? CM એકનાથ શિંદે બોલ્યા- હું રેસમાં નથી!

11/18/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં કોણ બનશે મુખ્યમંત્રી? CM એકનાથ શિંદે બોલ્યા- હું રેસમાં નથી!

Who Will Became CM of Maharashtra: મહારાષ્ટ્ર ચૂંટણી 2024ને લઈને મહાયુતિ અને MVA વચ્ચે ચૂંટણી જંગ ચાલુ છે. આ વખતે બંને ગઠબંધન વચ્ચે મુકાબલો છે. જોકે અગાઉ ગઠબંધન થયા હતા, પરંતુ 4 પક્ષો વચ્ચે. હવે પક્ષોની સંખ્યા વધીને 6 થઈ ગઈ છે. આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે. આજે સાંજે 5:૦૦ વાગ્યા બાદ ચૂંટણી પ્રચારનો પડઘમ શાંત થઈ જશે. ત્યારબાદ 20 નવેમ્બરે મતદાન થશે. આ દરમિયાન મહાગઠબંધનમાં સામેલ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તેઓ મુખ્યમંત્રી પદની રેસમાં નથી. ચૂંટણી બાદ મહાયુતિની સરકાર બની રહી છે, પરંતુ હું મુખ્યમંત્રી નહીં બનું. એવામાં મુખ્યમંત્રી પદને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે.


મહારાષ્ટ્રમાં નવા મુખ્યમંત્રી કોણ બનશે?

મહારાષ્ટ્રમાં નવા મુખ્યમંત્રી કોણ બનશે?

છેલ્લા ઘણા દિવસોથી મુંબઈથી લઈને દિલ્હી સુધી દરેક જગ્યાએ એક જ વાતની ચર્ચા થઈ રહી છે. કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? મહાયુતિની વાત કરીએ તો ભાજપમાં દેવેન્દ્ર ફડણવીસ, NCPમાં અજીત પવાર અને શિવસેનામાં એકનાથ શિંદે મુખ્યમંત્રી પદના દાવેદાર છે. જ્યારે MVAમાં ઉદ્ધવ ઠાકરે અને નાના પટોલેએ આ પદ માટે પોતાનો દાવો રજૂ કર્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top