જાણો દીપેન્દ્ર સિંહ હુડ્ડાએ શા માટે માન્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન પર કોંગ્રેસ સાંસદ દીપેન્દ્ર સિંહ હુડ્ડાની પ્રતિક્રિયા આવી છે. હુડ્ડાએ રવિવારે કહ્યું હતું, હું વડાપ્રધાનનો આભાર માનું છું કારણ કે વડાપ્રધાન અને ભાજપના તમામ નેતાઓ તેમના કામ જણાવી રહ્યા નથી અને કોંગ્રેસમાં મુખ્યમંત્રી કોણ બનશે તેની ચિંતા કરી રહ્યા છે, એટલે તેઓ માની રહ્યા છે કે કોંગ્રેસ સરકાર તો આવી જ ગઇ છે અને અમે તેમનો આભાર માનીએ છીએ. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ શનિવારે હરિયાણામાં ચૂંટણી રેલી દરમિયાન કહ્યું હતું કે કોંગ્રેસમાં મુખ્યમંત્રી બનવા માટે લડી રહ્યા છે. પિતા અને પુત્ર પણ દાવેદાર છે. તેમનો નિશાનો ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને તેમના સાંસદ પુત્ર પર હતો.
વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું કે જેમ જેમ મતદાનની તારીખ નજીક આવી રહી છે, કોંગ્રેસના નેતાઓએ કહેવાનું શરૂ કરી દીધું છે કે હરિયાણામાં પણ તેમને મધ્યપ્રદેશ જેવી સ્થિતિનો સામનો કરવો પડશે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનની ચૂંટણીમાં કોંગ્રેસે જુઠ્ઠાણાનો આશરો લીધો, પરંતુ તેમના જુઠ્ઠાણાનો ફુગ્ગો ફૂટી ગયો.
વડાપ્રધાન મોદીના આજ નિવેદન પર દીપેન્દ્ર સિંહ હુડ્ડાની પ્રતિક્રિયા આવી છે. મીડિયા સાથે વાત કરતા દીપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું કે, હરિયાણાના લોકોએ કોંગ્રેસની ઉમેદવારી માટે મન બનાવી લીધું છે અને કોંગ્રેસની સરકાર લાવવાનું મન બનાવી લીધું છે.
કોંગ્રેસ સાંસદે વધુમાં કહ્યું હતું કે, હરિયાણાના દરેક ખૂણેથી એક જ અવાજ આવી રહ્યો છે કે કોંગ્રેસની સરકાર આવી રહી છે અને ભાજપ સરકાર જઈ રહી છે. 10 વર્ષના ગેરવહીવટના કારણે દરેક વર્ગ પરેશાન છે. દરેક વર્ગનું અપમાન કરનારી સરકાર રહી છે. વિકાસને પાટા પરથી ઉતારનારી સરકાર રહી છે. હરિયાણાના લોકો સમૃદ્ધિ ઇચ્છે છે.' આંતરિક ઝઘડાને નકારી કાઢતા હુડ્ડાએ કહ્યું હતું કે કોંગ્રેસના તમામ નેતાઓ એકજૂથ છે અને કોઇ વિશ્વાસ તોડશે નહીં.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp