પુણે ટેસ્ટમાંથી કેમ બહાર થયો KL રાહુલ? ગંભીરે મેચ અગાઉ સપોર્ટ કર્યો હતો
India vs New Zealand 2nd Test KL Rahul: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરીઝની બીજી મેચ પુણેમાં રમાઇ રહી છે. બેંગ્લોર ટેસ્ટ બાદ પુણેમાં ભારતીય ટીમની પ્લેઈંગ ઇલેવનમાં ફેરફાર જોવા મળ્યો હતો. જેમ કે પ્રથમ ટેસ્ટ મેચથી જ કેએલ રાહુલને લઇને એવી અટકળો ચાલી રહી હતી કે તેને પુણે ટેસ્ટમાંથી બહાર કરી દેવામાં આવશે. આ મેચમાં વું જ જોવા પણ એમળ્યું હતું.
જોકે, મેચના એક દિવસ અગાઉ ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર કેએલ રાહુલને સપોર્ટ કરતા જોવા મળ્યા હતા. પરંતુ પુણે ટેસ્ટમાંથી રાહુલનું બહાર થવું તેના ચાહકોને આશ્ચર્યમાં મૂકી રહ્યું છે. હવે એક મોટું કારણ સામે આવ્યું છે કે શા માટે રાહુલને પુણે ટેસ્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે?
વાસ્તવમાં કે.એલ. રાહુલ છેલ્લી ઘણી મેચોથી ખરાબ ફોર્મનો સામનો કરી રહ્યો છે. બેંગ્લોર ટેસ્ટના પ્રથમ દાવમાં રાહુલ ખાતું ખોલાવ્યા વિના આઉટ થઇ ગયો હતો. જ્યારે બીજી ઇનિંગમાં તેના બેટથી માત્ર 12 રન જ બન્યા હતા. બીજી તરફ, શુભમન ગિલ પ્રથમ મેચ માટે સંપૂર્ણ ફિટ નહોતો, પરંતુ પૂણે ટેસ્ટ અગાઉ ગિલ ફિટ થઇને મેદાનમાં પાછો ફર્યો હતો. ત્યારબાદ તેને પુણે ટેસ્ટની પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. ગિલનું હાલનું ફોર્મ કેએલ રાહુલ કરતા ખૂબ સારું છે. ગિલે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં પણ શાનદાર સદી ફટકારી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp