શું તમે જાણો છો ભારતની આઝાદી માટે 15 ઑગસ્ટનો જ દિવસ કેમ પસંદ કરાયો?

શું તમે જાણો છો ભારતની આઝાદી માટે 15 ઑગસ્ટનો જ દિવસ કેમ પસંદ કરાયો?

08/05/2024 Specials

SidhiKhabar

SidhiKhabar

શું તમે જાણો છો ભારતની આઝાદી માટે 15 ઑગસ્ટનો જ દિવસ કેમ પસંદ કરાયો?

દેશભરમાં આ વખત ભારત 15 ઑગસ્ટ 2024ના રોજ પોતાનો 77મો સ્વતંત્રતા દિવસ મનાવશે. દેશભરમાં સ્વતંત્રતા દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે વર્ષ 1947માં માત્ર 15 ઑગસ્ટને જ આઝાદીનો દિવસ કેમ પસંદ કરવામાં આવ્યો હતો? આજે અમે તમને 15 ઑગસ્ટ પસંદ કરવા પાછળનું કારણ જણાવીશું. ભારતને સત્તાવાર 15 ઑગસ્ટ 1947ના રોજ આઝાદી મળી હતી. આ વખતે સમગ્ર દેશ 77માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે, પરંતુ હવે પ્રશ્ન એ છે કે આખરે આઝાદી માટે 15મી ઑગસ્ટનો જ દિવસ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?


15 ઑગસ્ટે જ કેમ મનાવાય છે સ્વતંત્રતા દિવસ?

15 ઑગસ્ટે જ કેમ મનાવાય છે સ્વતંત્રતા દિવસ?

બ્રિટિશ શાસન અનુસાર, ભારતને 30 જૂન 1948ના રોજ આઝાદી મળવાની હતી, પરંતુ એ જ સમયે નહેરુ અને જિન્ના વચ્ચે ભારત અને પાકિસ્તાનના વિભાજન મોટો મુદ્દો બની ગયો હતો. જિન્નાની પાકિસ્તાનની માગને કારણે લોકોમાં સાંપ્રદાયિક ઝગડાની સંભાવનાને જોતા 15 ઑગસ્ટ 1947ના રોજ જ ભારતને આઝાદી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેના માટે 4 જુલાઈ 1947ના રોજ માઉન્ટબેટન દ્વારા બ્રિટિશ હાઉસ ઓફ કૉમન્સમાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડેન્સ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલને બ્રિટિશ સંસદ દ્વારા તરત જ મંજૂરી આપી દેવામાં આવી હતી અને 15 ઑગસ્ટ 1947ના રોજ ભારતને આઝાદી આપવાની જાહેરાત કરી દેવામાં આવી હતી.


15મી ઑગસ્ટનો દિવસ કેમ?

15મી ઑગસ્ટનો દિવસ કેમ?

ભારતના છેલ્લા વાઇસરોય લોર્ડ માઉન્ટબેટનના જિંદગીમાં 15 ઑગસ્ટનો દિવસ ખૂબ જ ખાસ હતો. વાસ્તવમાં, 15 ઑગસ્ટ 1945ના રોજ જાપાની સેનાએ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન અંગ્રેજોને સામે આત્મસમર્પણ કર્યું હતું. એ સમયે લોર્ડ માઉન્ટબેટન બ્રિટિશ સેનામાં અલાઇડ ફોર્સિસમાં કમાન્ડર હતા. જાપાની સેનાના આત્મસમર્પણનો સંપૂર્ણ શ્રેય માઉન્ટબેટનને આપવામાં આવ્યો હતો, તેથી માઉન્ટબેટને 15 ઑગસ્ટને પોતાની જિંદગીનો સૌથી સારો દિવસ માનતા હતા. એટલે તેમણે 15 ઑગસ્ટનો દિવસ ભારતની આઝાદી માટે પસંદ કર્યો હતો.


આઝાદીમાં કેમ સામેલ ન થયા મહાત્મા ગાંધી?

આઝાદીમાં કેમ સામેલ ન થયા મહાત્મા ગાંધી?

15 ઑગસ્ટ 1947ના દિવસે મહાત્મા ગાંધી આઝાદી કાર્યક્રમમાં સામેલ થયા નહોતા. આઝાદીના સમયે જવાહરલાલ નેહરુ અને સરદાર વલ્લભભાઈ પટેલે મહાત્મા ગાંધીને પત્ર મોકલીને સ્વતંત્રતા દિવસ પર આશીર્વાદ આપવા માટે બોલાવ્યા હતા. પરંતુ પત્રના જવાબમાં મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે, જ્યારે દેશમાં સાંપ્રદાયિક દંગા થઈ રહ્યા છે, ત્યારે આવી સ્થિતિમાં તેઓ આઝાદીની ઉજવણીમાં ભાગ નહી લઈ શકે. પોતાના પત્રમાં એ સમયે મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે, હું 15 ઑગસ્ટ પર ખુશ નહીં થઇ શકું. હું તમને છેતરવા માગતો નથી, પરંતુ તેની સાથે હું એમ નહીં કહું કે તમે પણ ખુશી ન મનાવો. તેમણે કહ્યું હતું કે કમનસીબે આજે આપણને જે રીતે આઝાદી મળી છે તેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ભવિષ્યના સંઘર્ષના બીજ પણ છે. મારા માટે આઝાદીની તુલનામાં હિન્દુઓ-મુસ્લિમો વચ્ચે શાંતિ વધુ મહત્ત્વપૂર્ણ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top