આ દેશમાં માલામાલ થયો ભારતીય ડ્રાઈવર, જીત્યા 45 કરોડ, બોલ્યો- ઈમાનદારીથી કહું તો મને...
નસીબમાં ક્યારે શું મળી જાય શૉ ખબર, લોકો નસીબ અજમાવવા માટે કેટલીક વખત લોટરી (lottery)ની ટિકિટ અજમાવી જોતાં હોય છે અને તેનાથી ક્યારેક નસીબ પણ ચમકી જતું હોય છે. સંયુક્ત અરબ અમીરાત (UAE)માં રહેનાર એક ભારતીય વ્યક્તિનું નસીબ પળવારમાં પલટી ગયું. જેના પર તેને પોતાને વિશ્વાસ થઈ રહ્યો નથી. આ વ્યક્તિ હાલમાં દુબઈ (Dubai)માં રહે છે અને ડ્રાઈવર (Indian Driver) તરીકે કામ કરે છે. તેણે 45 કરોડ રૂપિયા જીતી લીધા છે. વ્યક્તિનું નામ મુનવ્વર ફિરોઝ (Munavar Fairoos) છે. તેણે અહી લોટરી જીતી છે. તેણે 31 ડિસેમ્બરે બિગ ટિકિટ ડ્રોમાં 20 મિલિયન UAE દિરહમનો જેકપોટ જીત્યો. મુનવ્વર માટે નવા વર્ષની શરૂઆત ખૂબ ખાસ થઈ.
તેણે પોતાના નામથી લોટરી માટે જે ટિકિટ ખરીદી હતી, તેના માટે 30 લોકોએ મળીને ચૂકવણી કરી હતી. હવે જીતની રકમ આ બધા લોકોમાં વહેંચાશે. ખલીજ ટાઇમ્સના રિપોર્ટ મુજબ, મુનવ્વર બિગ ટિકિટનો લાંબા સમયથી ગ્રાહક હતો. તે છેલ્લા 5 વર્ષથી દર મહિને ટિકિટ ખરીદી રહ્યો છે. તેણે કહ્યું કે, તે અત્યારે પણ વિશ્વાસ કરી શકતો નથી કે તેણે લોટરી જીતી લીધી છે.
મુનવ્વરે કહ્યું કે, ઈમાનદારીથી કહું તો મને આશા નહોતી કે એવું થશે એટલે હું અત્યાર સુધી નિશ્ચિત નથી. મને હજુ વિશ્વાસ થઈ રહ્યો નથી અને થોડા સમય માટે વિકલ્પો પર વિચાર કરવાની જરૂરિયાત હશે. મુનવ્વર સિવાય અન્ય 10 વિજેતાઓને પણ લગભગ 22-22 લાખ રૂપિયા મળ્યા છે. તેમાં ભારતીય , ફિલિસ્તિની, લેબનીઝ અને સાઉદી અરબના નાગરિક છે. UAEમાં અન્ય ઘણા ભારતીયોએ લોટરી જીટી છે. 31 ડિસેમ્બરે સુથેશ કુમાર કુમારેસન નામના ભારતીય વ્યક્તિએ પણ લોટરી જીતી છે. તેને લગભગ 2 કરોડ રૂપિયા મળ્યા છે. સુથેશ ઇતિહાદ એરવેઝમાં એન્જિનિયર છે અને અબુ ધાબીમાં રહે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp