ગુજરાતમાં શું દૂધની મોટી અછત વર્તાશે ? ‘લમ્પી’ કાબૂમાં નહીં આવ્યો તો કદી ના ભાળ્યા હોય તેવા દિવ

ગુજરાતમાં શું દૂધની મોટી અછત વર્તાશે ? ‘લમ્પી’ કાબૂમાં નહીં આવ્યો તો કદી ના ભાળ્યા હોય તેવા દિવસો આવશે !

08/04/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાતમાં શું દૂધની મોટી અછત વર્તાશે ? ‘લમ્પી’ કાબૂમાં નહીં આવ્યો તો કદી ના ભાળ્યા હોય તેવા દિવ

રાજ્યભરમાં લમ્પી વાઈરસ (Lumpy virus) કાળો કહેર વરસાવી રહ્યો છે. ગુજરાતના અનેક ગામડામાં હજારો પશુઓના મોત થયા છે, જેના કારણે માથું ફાટી જાય તેવી દુર્ગંધ મારી રહી છે. સુરેન્દ્રનગરના (Surendranagar) લમ્પી વાઇરસના કહેરના પગલે સુર સાગર ડેરીમાં 20% દૂધ ઉત્પાદન ઘટ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે.


સુરેન્દ્રનગર સહિત ગુજરાત ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં લંપી વાઇરસના કહેરના પગલે રાજ્યભરમાં દૂધનું ઉત્પાદન ઘટ્યું છે. સુરેન્દ્રનગરની સુર સાગર ડેરીમાં તો 20% દૂધ ઉત્પાદન ઘટ્યું છે. જિલ્લામાં લંપી વાઇરસના પગલે પશુઓના ટપોટપ મોત નિપજી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં લંપી વાઇરસથી પીડિત 1200 પશુઓની સારવાર કરવા માટે માત્ર એક પશુ એમ્બ્યુલન્સ છે.


અહીં ડોક્ટરી સ્ટાફનો પણ અભાવ હોવાનું જણાઈ રહ્યું છે. જેના કારણે જિલ્લામાં લમ્પીના કહેરથી ટપોટપ પશુઓના મોત નિપજી રહ્યા છે. મૃતક પશુઓનું સર્વે હાથ ધરી અને સરકાર સહાય ચૂકવે તેવી જિલ્લાના પશુપાલકો માંગ કરી રહ્યા છે. અને જો સહાય નહિ ચૂકવાઈ તો માલધારીઓએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. 


ગાયના મોત પર રાજકારણ :

સમગ્ર કચ્છમાં જ્યારે ગાયોમાં લમ્પી રોગનો હાહાકાર મચેલો છે. હજારો ગાયોના મોત થયા છે. ખુદ મંત્રી અને મુખ્યમંત્રી પણ દોડી અને સમીક્ષા કરવી પડી છે. એ સમયે પણ હજારોના મોતનો આંક સામે ફક્ત 1200 મોત થયા હોવાના સરકારી આંકડાઓ જાહેર થયેલા છે. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા જે માલધારીઓના ગાયોના મોત થયા છે તેની સહાય મળે એ માટે ફોર્મ પણ ભરવામાં આવી રહ્યા છે. હજારોની સંખ્યામાં ગૌમાતાઓ મોતને ભેટી હોવાના આક્ષેપ પણ કોંગ્રેસ પ્રદેશ મંત્રીએ કર્યો છે. આમ ગાયોના મોતમાં પણ રાજકારણ રમાઈ રહ્યું છે.


લમ્પી વાયરસ સમગ્ર ગુજરાતમાં પશુઓમાં ધીમે ધીમે પ્રસરી રહ્યો છે, ત્યારે અમરેલી જિલ્લામાં પણ લંપી વાયરસ ધીમે ધીમે પગ પેસરો કરી રહ્યો છે. અમરેલીના લીલીયા તાલુકામાં 16 જેટલા ગામોમાં લમ્પી વાયરસના લક્ષણો પશુઓમાં જોવા મળી રહ્યા છે, ત્યારે તંત્ર પણ આ બાબતે જરૂરી પગલાં લઇ રહ્યા છે અને લમ્પી ગ્રસ્ત વિસ્તારની અંદર પશુઓને ઝડપથી લંપી વાયરસની વેક્સિન મળી રહે તેવું આયોજન કર્યું છે.


અમરેલી જિલ્લામાં પૂરતા પ્રમાણમાં લમ્પી વાયરસની વેક્સિન નો જથ્થો છે. લીલીયા તાલુકામાં 125 જેટલા mp વાયરસના કેસો જોવા મળી રહ્યા હતા. જેમાંથી સાત પશુઓના મોત થયા હતા. પરંતુ સમયસર પશુઓને વેક્સિન મળી જતા હાલ મોટાભાગના પશુઓ લમ્પી વાયરસથી રિકવર થઈ રહ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top