ધગધગતા ઉનાળાની શરૂઆત સાથે જ સુરતના આ વિસ્તારોમાં આ તારીખોએ પાણીકાપ, જાણો વિગતો

ધગધગતા ઉનાળાની શરૂઆત સાથે જ સુરતના આ વિસ્તારોમાં આ તારીખોએ પાણીકાપ, જાણો વિગતો

03/30/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ધગધગતા ઉનાળાની શરૂઆત સાથે જ સુરતના આ વિસ્તારોમાં આ તારીખોએ પાણીકાપ, જાણો વિગતો

આમ તો સુરતવાસીઓ પર તાપી મૈયાની સારી કૃપા છે કે તેઓએ ક્યારેય પાણીની અછત જેવી સમસ્યાનો સામનો નથી કરવો પાડ્યો. અહીં દરેક સુરતવાસીઓના ઘરે બારે માસ નળોમાં નિયમિત પાણી મળતું રહે છે. પરંતુ વર્ષે એકાદ-બે વાર ખાલી પાલિકા દ્વારા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની પાણીની પાઈપ લાઈનના સમારકામ કે બદલવા અંગેની કામગીરીઓ હાથ ધરતી હોવાથી પાણીકાપ જાહેર કરાય છે. પરંતુ ટે પણ યોગ્ય સમયે અગાઉથી જાહેર કરતો હોવાથી પાણીની તંગીની સમસ્યાનો લોકોને સામનો કરવો પડતો નથી.


બે ઝોનમાં પાણીકાપ જાહેર કરાયો

તેના ભાગરૂપે જ સુરત મહાનગરપાલિકાના રાંદેર વોટર વર્કસ ખાતે પાણીની પાઈપ લાઈન તથા વાલ્વ બદલવાની કામગીરી કરવાની હોવાથી પાણીકાપ જાહેર કરાયો છે. સુરત શહેરના રાંદેર અને અઠવા ઝોનના વિસ્તારમાં આગામી ૧ એપ્રિલના રોજ પાણી આપવામાં આવશે નહિં. તેમજ ૨ એપ્રિલના રોજ પણ ધીમા પ્રેશરથી નહીવત પાણી મળશે. આ પાણીકાપથી બંને ઝોનના આઠ લાખથી વધુ લોકો પ્રભાવિત થશે.


બંને ઝોનના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સંપૂર્ણ બંધ

બંને ઝોનના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સંપૂર્ણ બંધ

રાંદેર વોટર વર્કસ ખાતે ટ્રીટેડ વોટર લાઈન શિફ્ટ કરવાની કામગીરી અને બેકવોશનો પાઈપ બદલવાની કામગીરી હાથ ધરવાની હોવાથી બંને ઝોનના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સંપૂર્ણ બંધ કરવામાં આવશે. તેથી ૧ એપ્રિલ સોમવારના રોજ સવારે નવ વાગ્યા પછીથી ૨ એપ્રિલના રોજ સવારે ૯ વાગ્યા પહેલા પાણીનો જથ્થો રાંદેર અને અઠવા ઝોનના અનેક વિસ્તારોમાં મળશે નહી. માટે પાલિકા દ્વારા લોકોને જરૂરિયાત મુજબ પાણીનો સંગ્રહ કરવાનો તેમજ પાણીનો કરકસર પૂર્વક તેનો ઉપયોગ કરવાની અપીલ કરાઈ છે. જેથી પાણીને લઈને લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે.  


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top