ભારત સાથે બેઇમાની, સ્નિકોમાં કોઇ મૂવમેન્ટ ન હોવા છતા જાયસ્વાલને આઉટ આપી દેવાયો; જુઓ વીડિયો
Yashasvi Jaiswal Controversy: યશસ્વી જાયસ્વાલની વિકેટ પર વિવાદ ઉભો થઇ ગયો છે. મેચના પાંચમા દિવસે જાયસ્વાલ કીપરના કેચ દ્વારા આઉટ થયો હતો. જોકે જાયસ્વાલના કેચ પર SNICKO મીટરમાં કોઈ હિલચાલ જોવા મળી નહોતી. જ્યારે જાયસ્વાલને આઉટ આપવામાં આવ્યો ત્યારે ભીડમાંથી 'ચીટર-ચીટર'ના અવાજો આવ્યા. આ સિવાય ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કર જે કોમેન્ટ્રી કરી રહ્યા હતા તેઓ પણ જાયસ્વાલની વિકેટ પર ગુસ્સે થઇ ગયા હતા.
ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે જાયસ્વાલને બાઉન્સર ફેંક્યો હતો, જેના પર તેણે બેટને લેગ સાઇડ તરફ સ્વિંગ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ તેના બેટ અને ગ્લવ્ઝની નજીકથી પસાર થઈને કીપરના હાથમાં ગયો. ઓસ્ટ્રેલિયા દ્વારા અપીલ કરવામાં આવી હતી, પરંતુ ફિલ્ડ અમ્પાયરે આઉટ આપ્યો નહોતો. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા દ્વારા રીવ્યૂ લેવામાં આવ્યું હતું.
રિવ્યૂ બાદ થર્ડ અમ્પાયરે તપાસ કરી. સ્ક્રીન પર સ્નિકોમીટર પણ દેખાડવામાં આવ્યું હતું, જેમાં સ્પષ્ટ દેખાતું હતું કે બોલ જાયસ્વાલના બેટ કે ગ્લવ્સમાં ક્યાંય લાગ્યો નથી. સ્નિકોમીટરમાં કોઈપણ પ્રકારની હિલચાલ જોવા મળી નહોતી, છતા જાયસ્વાલને આઉટ જાહેર કરવામાં આવ્યો હતો. જાયસ્વાલ પણ અમ્પાયરના નિર્ણયથી નાખુશ દેખાતો હતો. તેણે અમ્પાયર સાથે થોડી વાતચીત પણ કરી હતી, પરંતુ આખરે તેને થર્ડ અમ્પાયરનો નિર્ણય સ્વીકારીને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું.
Yashasvi Jaiswal was unhappy with the decision of umpire as there was no convincing reading of Snicko meterStill umpire gave out on the basis of visuals 🧐 #YashasviJaiswal #BGT24#INDvsAUSTest pic.twitter.com/iDONapGflh — Veena Jain (@DrJain21) December 30, 2024
Yashasvi Jaiswal was unhappy with the decision of umpire as there was no convincing reading of Snicko meterStill umpire gave out on the basis of visuals 🧐 #YashasviJaiswal #BGT24#INDvsAUSTest pic.twitter.com/iDONapGflh
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp