ગુજરાત: યુવકે 2 મહિલા પર કર્યો ઍસિડ ઍટેક, પીડિતાને સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડાઇ
Rajkot Acid Attack: રાજ્યમાં સતત ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે. જેને કારણે સ્ત્રીઓની સુરક્ષાને લઈને હવે મોટા સવાલ ઉભા થઇ રહ્યા છે. ગુજરાતમાં બળાત્કાર, છેડતી સહિતના મહિલા પરના અત્યાચારની ઘટનાઓ ઉત્તરોત્તર વધી રહી છે. ત્યારે રાજકોટથી રુંવાડા ઊભા કરી દે તેવી ઘટના સામે આવી છે. રાજકોટના સોખડામાં એક યુવકે 2 મહિલાઓ પર એસિડ ઍટેક કર્યો છે. જેને કારણે પીડિત મહિલાઓને ગંભીર ઇજાઓ પહોંચી છે અને તેમને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પોલીસે આરોપીની અટકાયત કરી લીધી છે.
મળતી માહિતી મુજબ, રાજકોટના સોખડા ગામે ઘરમાં ઘૂસીને મહિલાઓ પર એસિડ ઍટેક કરવામાં આવ્યો છે. આરોપી યુવકની ઓળખ પ્રકાશ સરવૈયા તરીકે થઇ છે. સોખડા ખાતે રહેતી વર્ષાબેન માધવભાઈ ચોથાભાઈ ગોરિયા (ઉંમર 34 વર્ષ)એ કાકાની દીકરી સાથે તેની (આરોપીની) સગાઇ કરાવી આપી હતી. પરંતુ સગાઇ બાદ તે યુવતીએ અન્ય યુવક સાથે લવ મેરેજ કરી લીધા હતા, તેથી પ્રકાશ યુવતીને શોધી રહ્યો હતો. પરંતુ જેની સાથે સગાઇ થઈ હતી તે યુવતી ન મળતા રઘવાયો હતો અને તેણે પરિવારની મહિલાઓ પર રોષમાં આવીની ઍસિ઼ડ ઍટેક કરી દીધો હતો.
🔹રાજકોટના કુવાડવાના સોખડા ગામે પ્રકાશ સરવૈયા નામના શખ્સે 2 મહિલા ઉપર એસિડ ફેંક્યો🔹આ મહિલાઓ ગંભીર રીતે દાઝી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે pic.twitter.com/lbgBojQbBa — DD News Gujarati (@DDNewsGujarati) January 23, 2025
🔹રાજકોટના કુવાડવાના સોખડા ગામે પ્રકાશ સરવૈયા નામના શખ્સે 2 મહિલા ઉપર એસિડ ફેંક્યો🔹આ મહિલાઓ ગંભીર રીતે દાઝી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે pic.twitter.com/lbgBojQbBa
આરોપીએ ઍસિડ ઉડાવતા મહિલાને મોઢાના ભાગે, છાતીના ભાગે, સાથળના ભાગે અને વાંસાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. આ ઘટનાને લઇને આસપાસના વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. મહિલા કુવાડવા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધીને પોલીસે શોધખોળ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં આરોપીની પકડી લીધો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp