સુરત: આઈસ્ક્રીમ ખાધા બાદ 3 બાળકીના શંકાસ્પદ મોત
3 girls die suspiciously after eating ice cream in Surat: સુરતના સચિન પાલી ગામમાં 3 બાળકીઓના શંકાસ્પદ મોત થવાની ઘટના સામે આવી છે. શુક્રવારે ત્રણેય બાળકીએ છેલ્લે આઈસ્ક્રીમ ખાધી હતી. ત્યારબાદ ઠંડી વધારે હોવાનું કરવા બેઠીહતી અને પછી અચાનક ત્રણેયની તબિયત બગડતા સારવાર માટે પહેલાં ખાનગી અને ત્યાર બાદ સિવિલ હૉસ્પિટલમાં બાળકીઓને લઈ જવામાં આવી હતી, પરંતુ ત્રણેયના મોત થઇ જતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ ત્રણેય બાળકીઓના મોતનું સાચું કારણ જાણી શકાશે.
એક તર્ક એવો પણ છે કે, આ ત્રણેય બાળકી ઠંડીથી બચવા માટે તાપણા પાસે બેઠી હતી અને ત્યારબાદ ધૂમાડો શ્વાસમાં જતા શ્વાસ રૂંધાતા મોત થયાની પણ શંકા સેવાઇ રહી છે. મૃતક બાળકીઓની ઓળખ દુર્ગા કુમારી મહંતો (ઉંમર 12 વર્ષ), અમિતા મહંતો (ઉંમર 14 વર્ષ) અને અનિતા મહંતો (ઉંમર 8 વર્ષ)ના રૂપમાં થઇ છે.
સચિન પાલી ગામમાં 3 બાળકીઓ શંકાસ્પદ મોતની ઘટના બાદ આરોગ્ય વિભાગની ટીમ અને સુરતના મેયર સિવિલ હૉસ્પિટલ પહોચ્યા છે. સુરનતા મેયર દક્ષેશ મેવાણીએ પરિવારની મુલાકાત લીધી હતી. મેયર દક્ષેશ મેવાણીએ જણાવાયું હતું કે, અલગ અલગ કારણ જાણવા મળી રહ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે. પરિવારની સાથે મહાનગરપાલિકાની ટીમ ખડેપગે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp