સુરતમાં લુખ્ખાતત્વો બેફામ બન્યા! એક શખ્સે સાસુ, નણંદ અને દિયર સામે જ પરિણીતાના કપડા ખેચી શરીર સંબંધ બાંધવાની માગ કરી નાખી
Surat: સુરત પોલીસ દ્વારા સમયાંતરે અસામાજિક તત્વો સામે તવાઈ બોલાવવામાં આવે છે અને જાહેરમાં સરઘસ કાઢવામાં આવે છે તો પણ આ તેમનામાં પોલીસનો ભય નામ જોગ પણ ન હોય તેમ સુરતમાં દિવસે ને દિવસે લુખ્ખા તત્વોનો આતંક વધતો જઈ રહ્યો છે. હવે અહીં ગુનાની ઘટનાઓ સામાન્ય ઘટનાની જેમ બની રહી છે. એક લુખ્ખાની તો હિંમત એટલી વધી ગઈ કે તેને પરિણીતાના ઘરે જઈને સાસુ, નણંદ અને દિયર સામે જ પરિણીતાના કપડા ખેચીને શરીરિક સંબંધ બાંધવાની માગ કરી નાખી. આ સિવાય સુરતમાં જ રેપની અન્ય એક ઘટનાનો મામલો પણ સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ, નવાગામ ડિંડોલી રોડ પર આવેલા સાંઈ મિલન એપાર્ટમેન્ટમાં રહેતો પ્રવિણ રમેશભાઈ કોળી ગત 15 માર્ચે ડિંડોલીમાં રહેતી પરિણીતાના ઘરે ગયો હતો અને પૈસોની માગ કરી હતી. જોકે તેને પૈસા આપવાની ના પાડી દેતા શારીરિક સંબંધ બાંધવાની માગ કરી નાખી હતી.
આ અંગે વિરોધ કરતા આરોપી મહિલાના કપડા ખેંચીને અડપલા કરવા લાગ્યો હતો. તેને બચાવવા જતા દિયરને પણ પ્રવિણે માર માર્યો હતો અને નણંદ સાથે ઝપાઝપી કરીને અને ધક્કો મારીને પાડી દીધી હતી. આ મામલે ડિંડોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અન્ય એક ઘટનામાં કાપોદ્રામાં રહેતી પરિણિતાને તેના પતિ અને પુત્રને મારી નાખવાની ધમકી આપી મૂળ રાજુલાના રહેવાસી રાજેશ દેવશીભાઈ ચુડાસમાએ અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાએ આ મામલે જૂનાગઢના મેંદરડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેથી આ ફરિયાદ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.
મહિલાએ તેની ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપી રાજેશ તેને અલગ-અલગ જગ્યાએ લઇ ગયો હતો અને શારીર સંબંધ બાંધ્યા હતા. અને તેના સસરાને ફોન કરીને તેના માટે અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યો હતો. બંને વચ્ચેની અંગત પળોના વીડિયો તેમજ કોલ રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી પણ આપી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp