Video: ફ્લાઇઓવર બ્રિજનો સ્લેબ પડી ગયો, 6 મજૂર ઇજાગ્રસ્ત; નિર્માણકાર્ય દરમિયાન મોટો અકસ્માત

Video: ફ્લાઇઓવર બ્રિજનો સ્લેબ પડી ગયો, 6 મજૂર ઇજાગ્રસ્ત; નિર્માણકાર્ય દરમિયાન મોટો અકસ્માત

06/16/2025 National

SidhiKhabar

SidhiKhabar

Video: ફ્લાઇઓવર બ્રિજનો સ્લેબ પડી ગયો, 6 મજૂર ઇજાગ્રસ્ત; નિર્માણકાર્ય દરમિયાન મોટો અકસ્માત

છેલ્લા કેટલાક દિવસોથી દેશભરમાંથી અકસ્માતના સતત સમાચાર આવી રહ્યા છે. પહેલા અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થઈ ગયું, જેમાં 270 જેટલા લોકોના મોત થઈ ગયા, ત્યારબાદ વાયુસેનાના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું, આજે સવારે ઉત્તરાખંડથી એવા સમાચાર આવ્યા કે ખરાબ હવામાનને કારણે એક પ્લેન ક્રેશ થઈ ગયું જેમાં પાયલટ સહિત 7 લોકોના મોત થઈ ગયા. ત્યારબાદ આજે જ મહારાષ્ટ્રમાં ઇન્દ્રાયણી નદી પરનો પુલ તૂટી જવાના કારણે 25થી વધુ લોકો વહી જવાના અહેવાલ સામે આવ્યા. અને હવે એવા સમાચાર મળી રહ્યા છે કે એક નિર્માણાધીન બ્રિજનો સ્લેબ તૂટી પડવાને કારણે 6 મજૂરો ઇજાગ્રસ્ત થઈ ગયા છે.


શું છે મામલો?

શું છે મામલો?

મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં એક મોટી દુર્ઘટના ઘટી હતી. પોહરી રોડ પર સ્થિત રેલવે ક્રોસિંગ પર નિર્માણાધીન ફ્લાયઓવર બ્રિજનો સ્લેબ અચાનક પડી ગયો. અકસ્માત સમયે પુલ પર નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું અને મજૂરો રાત્રે પણ કામ કરી રહ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે પૂરતી સુરક્ષા વ્યવસ્થા વિના ઉતાવળમાં સ્લેબ નાખવામાં આવી રહ્યો હતો, જે અચાનક નીચે પડી ગયો.


સ્થાનિક પ્રશાસન અને બાંધકામ એજન્સી પર બેદરકારીનો આરોપ

સ્થાનિક પ્રશાસન અને બાંધકામ એજન્સી પર બેદરકારીનો આરોપ

આ અકસ્માતમાં, ત્યાં કામ કરતા 6 મજૂરો સ્લેબની ઝપેટમાં આવવાથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગયા હતા. ઘટનાસ્થળે હાજર અન્ય લોકોએ તાત્કાલિક રાહત કાર્ય શરૂ કર્યું હતું અને તમામ ઇજાગ્રસ્તોને જિલ્લા હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં, બધા મજૂરો સારવાર હેઠળ છે અને તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય રહ્યું છે.

સ્થાનિક પ્રશાસન અને બાંધકામ એજન્સી પર બેદરકારીનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. પ્રશાસને ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. હાલમાં, ઘટનાસ્થળ પર બાંધકામનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે અને મામલાની તપાસ ચાલી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top