આ દેશે PM મોદીને આપ્યું સર્વોચ્ચ નાગરિક સન્માન, વડાપ્રધાન બોલ્યા- ‘હું આ એવોર્ડ ભારત અને સાયપ્ર

આ દેશે PM મોદીને આપ્યું સર્વોચ્ચ નાગરિક સન્માન, વડાપ્રધાન બોલ્યા- ‘હું આ એવોર્ડ ભારત અને સાયપ્રસ વચ્ચે..’

06/16/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

આ દેશે PM મોદીને આપ્યું સર્વોચ્ચ નાગરિક સન્માન, વડાપ્રધાન બોલ્યા- ‘હું આ એવોર્ડ ભારત અને સાયપ્ર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાયપ્રસની 2 દિવસની મુલાકાતે છે, જ્યાં સોમવારે સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડેસે વડાપ્રધાન મોદીને સાયપ્રસના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કર્યા હતા. વડાપ્રધાને સર્વોચ્ચ નાગરિક સન્માન પ્રાપ્ત કરવા બદલ ખુશી વ્યક્ત કરી છે. આ પ્રસંગે બોલતા વડાપ્રધાને કહ્યું કે, ‘આ પુરસ્કાર 140 કરોડ ભારતીયોનું માટે સન્માન છે. તે અમારા દેશના ભાઈચારો અને વસુધૈવ કુટુમ્બકમની વિચારધારા માટે સન્માન છે.'


હું આ સન્માન આપણા દેશો વચ્ચેની મિત્રતાને સમર્પિત કરું

હું આ સન્માન આપણા દેશો વચ્ચેની મિત્રતાને સમર્પિત કરું

સાયપ્રસનું સર્વોચ્ચ સન્માન મળ્યા બાદ વડાપ્રધાન મોદીએ ખુશી વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રીએ X પર લખ્યું કે, 'સાયપ્રસના 'ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મકારિયોસ III'નું સન્માન પ્રાપ્ત કરીને મને ખૂબ આનંદ થયો છે. હું તેને આપણા દેશો વચ્ચેની મિત્રતાને સમર્પિત કરું છું. આ પ્રસંગે બોલતા વડાપ્રધાને કહ્યું, 'ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મકરિયોસ III ના સન્માન માટે હું તમારો, સાયપ્રસ સરકાર અને લોકોનો આભાર વ્યક્ત કરું છું. આ સન્માન મારા એકલાનું નથી, પરંતુ આ 140 કરોડ ભારતીયોનું સન્માન છે. આ અમારા દેશના ભાઈચારો અને વસુધૈવ કુટુમ્બકમની વિચારધારાનું સન્માન છે.' હું આ એવોર્ડ ભારત અને સાયપ્રસ વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો, આપણા સહિયારા મૂલ્યો અને આપણી પરંપરાગત સમજણને સમર્પિત કરું છું. હું બધા ભારતીયો વતી આ સન્માનનો કૃતજ્ઞતાપૂર્વક સ્વીકાર કરું છું. આ એવોર્ડ શાંતિ, સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા અને અતૂટ પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.'


ભારતના PM 23 વર્ષ બાદ સાયપ્રસની મુલાકાતે છે

ભારતના PM 23 વર્ષ બાદ સાયપ્રસની મુલાકાતે છે

આ અગાઉ, વડાપ્રધાન મોદીએ ભારત-સાયપ્રસ વ્યાપાર ગોળમેજને સંબોધિત કર્યું અને સાયપ્રસના રાષ્ટ્રપતિનો આભાર માન્યો. PIB અનુસાર, વડાપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું કે, 'સૌપ્રથમ, હું રાષ્ટ્રપતિનો આભાર માનવા માગુ છું કે આજે તેઓ પોતે એરપોર્ટ પર મારું સ્વાગત કરવા આવ્યા હતા. બિઝનેસ લીડર સાથે આટલી મોટી રાઉન્ડ ટેબલનું આયોજન કર્યું, હું તેના માટે ખૂબ આભારી છું. તેમણે મારા અને આપણી ભાગીદારી માટે તેમના સકારાત્મક વિચારો માટે હું હૃદયપૂર્વક આભાર માનું છું.'

વડાપ્રધાને કહ્યું કે, 23 વર્ષ બાદ, ભારતના વડાપ્રધાનનું સાયપ્રસ આવવાનું થયું. આ એક સંકેત છે ભારત-સાયપ્રસ સંબંધોમાં આર્થિક જગત સાથે જોડાયેલા લોકોનું કેટલું મહત્ત્વ છે. મેં તમારા વિચારો ખૂબ ધ્યાનથી સાંભળ્યા છે. મેં ભારત-સાયપ્રસ આર્થિક સંબંધો પ્રત્યે તમારી પ્રતિબદ્ધતા અનુભવી છે. હું તમારા વિચારોમાં શક્યતાઓ જ નહીં, પરંતુ સંકલ્પ પણ અનુભવી શકું છું. એ સ્પષ્ટ છે કે આપણા સંબંધોને આગળ વધારવા માટે અપાર શક્યતાઓ રહેલી છે.


23 દેશો પાસેથી મળી ચૂક્યા છે સર્વોચ્ચ નાગરિક સન્માન

23 દેશો પાસેથી મળી ચૂક્યા છે સર્વોચ્ચ નાગરિક સન્માન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અત્યાર સુધી 23 દેશો દ્વારા સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરાઇ ચૂક્યા છે. વડાપ્રધાન મોદી અગાઉ ભારતના કોઈ પણ વડાપ્રધાનનો વૈશ્વિક સ્તર પર આટલો ગાઢ પ્રભાવ રહ્યો નથી. આ વિશ્વ મંચ પર ભારતની આર્થિક તાકાત, રણનીતિક સ્પષ્ટતા અને કૂટનીતિક દૃઢતાના વધતા પ્રભાવને દેખાડે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top