હૉસ્ટેલમાં બળજબરીપૂર્વક ઘૂસ્યો યુવક, નાહતી વિદ્યાર્થિનીઓનો વીડિયો બનાવવાનો કર્યો પ્રયાસ
ગોવાથી ગુનાના ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં એક યુવકે કથિત રીતે ડેન્ટલ કૉલેજની હૉસ્ટેલમાં ઘૂસીને વિદ્યાર્થિનીઓની સ્નાન કરતી વખતનો વીડિયો બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના સામે આવ્યા બાદ અને તેની બાબતે સાંભળીને બધા ચોંકી ગયા. આ ઘટનાની નોંધ લેતા પોલીસે આ સંદર્ભે ગુનો નોંધ્યો છે. ચાલો જાણીએ શું છે આખો મામલો?
ડેન્ટલ કૉલેજ હૉસ્ટેલમાં કથિત રીતે ઘૂસવા અને સ્નાન કરતી વખતનો વિદ્યાર્થિનીઓનો વીડિયો બનાવવાનો આરોપ જે યુવક પર લાગ્યો છે, તે ગોવા મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં MBBSના અંતિમ વર્ષનો વિદ્યાર્થી છે. એક પોલીસ અધિકારીએ માહિતી આપી હતી કે આ મામલાના સંબંધમાં આરોપી વિદ્યાર્થી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. અગાસૈમ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે શનિવારે આરોપી વિદ્યાર્થી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.
આ ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે, ‘મેડિકલ કૉલેજ અને ડેન્ટલ કૉલેજ પણજી નજીક બમ્બોલિમ ગામમાં એક-બીજાની બાજુમાં આવેલી છે. આ ઘટના 19 મેના રોજ રાત્રે 9:45 થી 10:00 વાગ્યાની વચ્ચે બની હતી. આરોપી વિદ્યાર્થી બળજબરીથી હૉસ્ટેલ બિલ્ડિંગના પરિસરમાં ઘૂસી ગયો હતો. ત્યારબાદ, તેણે પોતાના મોબાઇલથી વિદ્યાર્થિનીઓ સ્નાન કરતી વખતનો વીડિયો બનાવવાનો પ્રયાસ કર્યો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp