નહાવાના પાણીમાં દરેક રસોડામાં જોવા મળતી આ વસ્તુ ઉમેરો આપશે તુરંત ફાયદો! એકવાર અજમાવી જુઓ!

નહાવાના પાણીમાં દરેક રસોડામાં જોવા મળતી આ વસ્તુ ઉમેરો આપશે તુરંત ફાયદો! એકવાર અજમાવી જુઓ!

10/02/2025 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

નહાવાના પાણીમાં દરેક રસોડામાં જોવા મળતી આ વસ્તુ ઉમેરો આપશે તુરંત ફાયદો! એકવાર અજમાવી જુઓ!

શરીરનો થાક અને સ્ટ્રેસ દૂર કરવા માટે લોકો અલગ અલગ પ્રકારના પ્રયોગો અજમાવતા હોય છે. કેટલાક લોકો મેડિટેશનની મદદ લે છે તો કેટલાક સુવાનું પસંદ કરે છે. કેટલાક લોકો તેલ માલીશ કરાવે છે તો કેટલાક લોકો નાહવાનું પસંદ કરે છે. એક માન્યતા અનુસાર પાણીમાં મીઠું ઉમેરીને નહાવાથી શરીર અને મન રિલેક્સ થાય છે. અને તાજગી અનુભવાય છે. ખરેખર પાણીમાં મીઠું ઉમેરીને નહાવામાં કેટલું તથ્ય રહેલું છે ચાલો જાણીએ.


મળશે આ ફાયદાઓ!

મળશે આ ફાયદાઓ!

મોટાભાગના લોકો હૂંફાળા પાણીમાં મીઠું ઉમેરીને એટલા માટે નહાતા હોય છે કે તેનાથી શરીરનો થાક દૂર થઈ જાય. અને તે મસલ્સને રિલેક્સ કરે છે. ઉપરાંત જો પગમાં પણ દુખાવો હોય તો હુંફાળા પાણીમાં મીઠું ઉમેરીને તેમાં પગ બોળી રાખવામાં આવે છે તેનાથી પગના દુ:ખાવામાં રાહત થાય છે.

મીઠામાં મેગ્નેશિયમ અને સલ્ફેટ જેવા તત્વો રહેલા છે જે શરીરની ગંદકી બહાર કાઢી શરીરને આરામ આપે છે. જો શરીર જકડાઈ ગયું હોય એવો અનુભવ થતો હોય અથવા સાંધામાં દુખાવો રહેતો હોય તો મીઠાવાળું હુંફાળું પાણી મદદ બની શકે છે.


મીઠાવાળા પાણીથી નહાવાથી સ્કીન સંબંધિત સમસ્યા પણ દૂર થઈ શકે છે. જે લોકોને પીઠમાં ફોડલીઓ નીકળતી હોય કે કોઈપણ પ્રકારની સ્કીન એલર્જી હોય તેમણે પણ પાણીમાં મીઠું ઉમેરીને નહાવું જોઈએ. તેનાથી એલર્જીવાળા બેક્ટેરિયા નાશ પામે છે અને ત્વચાને રાહત મળે છે.

નહાવાના પાણીમાં મીઠું ઉમેરીને તેનો ઉપયોગ કરવાથી વાયરલ બીમારીના ખતરાથી પણ બચી શકાય છે પરંતુ જે લોકો ને મીઠાથી સ્કીન પર એલર્જી થતી હોય તેમણે આ પ્રયોગ કરવો જોઈએ નહીં. પરંતુ જો કોઈપણ પ્રકારની એલર્જી ન હોય તો એક ડોલ હુંફાળા પાણીમાં એક ચમચી મીઠું ઉમેરીને નહાવાથી ઉપર જણાવેલ ફાયદા થઈ શકે છે.

(Disclaimer: અહીં વિષય અંગેની સામાન્ય માહિતી આપવામાં આવી છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે SidhiKhabar.com સ્વાસ્થ્યને લગતી કોઈપણ પ્રકારની સલાહ, સારવાર કે ઉપચાર પદ્ધતિની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા નિષ્ણાંત તબીબની સલાહ અવશ્ય લો.)

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top