અમેરિકા અને જર્મની બાદ હવે કેજરીવાલની ધરપકડ પર UNનું નિવેદન..! ચૂંટણીને લઈને કહી આ વાત..

અમેરિકા અને જર્મની બાદ હવે કેજરીવાલની ધરપકડ પર UNનું નિવેદન..! ચૂંટણીને લઈને કહી આ વાત..

03/30/2024 World

SidhiKhabar

SidhiKhabar

અમેરિકા અને જર્મની બાદ હવે કેજરીવાલની ધરપકડ પર UNનું નિવેદન..! ચૂંટણીને લઈને કહી આ વાત..

UNs statement on Kejriwal:દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડથી સમગ્ર વિશ્વનું ધ્યાન ભારત તરફ ખેંચાયું છે. આમ આદમી પાર્ટી સહિત સમગ્ર વિપક્ષો દેશભરમાં દિલ્હીના CMની ધરપકડનો વિરોધ કરી રહ્યા છે, આ સિવાય અમેરિકા અને જર્મની જેવા દેશોએ પણ તેમની ધરપકડ પર ચિંતા વ્યક્ત કરી છે.


શું કહ્યું યુનાઈટેડ નેશન્સે

શું કહ્યું યુનાઈટેડ નેશન્સે

હવે સંયુક્ત રાષ્ટ્રએ પણ ભારતમાં રાજકીય સંકટ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. યુનાઈટેડ નેશન્સે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ અને કોંગ્રેસના બેંક ખાતાઓ ફ્રીઝ કર્યા બાદની ‘રાજકીય અશાંતિ’ અંગેના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે અમે ભારત અને અન્ય દેશોમાં યોજાનાર ચૂંટણીમાં લોકોના રાજકીય અને નાગરિક અધિકારોની સલામતીની આશા છે.

યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસના પ્રવક્તા સ્ટીફન ડુજારિકે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “અમને સંપૂર્ણ આશા છે કે અન્ય દેશોની જેમ ભારતમાં પણ રાજકીય અને નાગરિક અધિકારો સહિત દરેકના અધિકારોનું રક્ષણ કરવામાં આવશે અને દરેક જણ પોતાના અધિકારોનું રક્ષણ કરી અને મુક્ત અને ન્યાયી વાતાવરણમાં મતદાન કરી શકશે. આના એક દિવસ પહેલા અમેરિકાએ પણ ભારતમાં EDના દરોડા અને વિપક્ષી નેતાઓની ધરપકડ અંગે આવી જ પ્રતિક્રિયા આપી હતી.


બુધવારે અમેરિકી રાજદ્વારીને સમન્સ પાઠવ્યું

બુધવારે અમેરિકી રાજદ્વારીને સમન્સ પાઠવ્યું

કેજરીવાલની ધરપકડ અંગેની ટિપ્પણીના વિરોધમાં ભારતે બુધવારે અમેરિકી રાજદ્વારીને સમન્સ પાઠવ્યું હતું. જેના પર બોલતા યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું, “હું કોઈ ખાનગી રાજદ્વારી મીટિંગ વિશે વાત કરવાનો નથી. પરંતુ અમે તે પહેલાં જાહેરમાં સ્પષ્ટ કર્યું છે, હું અહીં કહું છું તે જ વાત છે કે અમે ન્યાયી, પારદર્શક, સમયસર કાનૂની પ્રક્રિયાઓને પ્રોત્સાહિત કરીએ છીએ. અમને નથી લાગતું કે આના પર કોઈને કોઈ વાંધો હોવો જોઈએ અને અમે વ્યક્તિગત રીતે તે સ્પષ્ટ કરીશું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top