Health : સેક્સના 48 કલાક સુધી મળે છે આ મોટો લાભ, 214 નવ પરણિત કપલના સ્ટડીમાં ખુલાસો

Health : સેક્સના 48 કલાક સુધી મળે છે આ મોટો લાભ, 214 નવ પરણિત કપલના સ્ટડીમાં ખુલાસો

09/22/2022 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

Health : સેક્સના 48 કલાક સુધી મળે છે આ મોટો લાભ, 214 નવ પરણિત કપલના સ્ટડીમાં ખુલાસો

લાઈફસ્ટાઈલ ડેસ્ક : સેક્સને કારણે અને શારીરિક અને માનસિક લાભ મળે છે તે તો જાણીતી વાત છે પરંતુ એક સ્ટડીમાં આનાથી બીજો પણ એક મોટો લાભ થાય છે તેવું જણાવાયું છે. સાયકોલોજિકલ સાયન્સ જર્નલમાં પ્રસિદ્ધ સ્ટડીમાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે સેક્સ દરમિયાન ઓક્સિટોસિન હોર્મોન રિલીઝ થાય છે. ઓક્સિટોસિન હોર્મોન શરીર અને ચહેરા પર ચમક (ગ્લો) વધારવાનું કામ કરે છે. એટલે કે શારીરિક સંબંધના 48 કલાક બાદ પણ ચહેરો ચમકતો રહે છે. વૈજ્ઞાનિક એન્ડ્રીયા મેલ્ટઝર અને તેમની ટીમે કરેલા સ્ટડીમાં સેકસ ચહેરાને ચમકાવે છે તેવું તારણ બહાર આવ્યું છે.


14 દિવસમાં 4 વાર સેક્સ માણનાર કપલમાં ચહેરો ચમક્યો

14 દિવસમાં 4 વાર સેક્સ માણનાર કપલમાં ચહેરો ચમક્યો

સ્ટડીમાં નવવિવાહિત લોકોના બે જૂથો બનાવવામાં આવ્યા હતા. પહેલા ગ્રુપમાં 96 અને બીજા ગ્રુપમાં 118 જોડી હતી. તેમને તેમની જાતીય પ્રવૃત્તિને ટ્રેક કરવાનું કહેવામાં આવ્યું હતું. સરેરાશ દંપતીએ 14 દિવસમાં 4 વખત સેક્સ માણ્યું હતું. વૈજ્ઞાનિકોને જણાયું કે મોટાભાગના કપલના ચહેરો સેક્સના 48 કલાક બાદ ચમકતો રહ્યો હતો. સ્ટડીને અંતે વૈજ્ઞાનિકોને એવું જણાયું કે સેક્સ પછી જેમના ચહેરા પર ચમક વધારે હતી તેઓ તેમના સંબંધોમાં ખુશ હતા.


સેક્સના બીજા લાભ

સેક્સના બીજા લાભ

ચહેરાની ચમકની ઉપરાંત સેક્સના બીજા પણ ઘણા લાભો છે જેવા કે સેક્સ દરમિયાન બ્લડ સર્ક્યુલેશન વધે છે. તેનાથી રક્તવાહિનીઓ ખુલે છે. આ જ કારણ છે કે ચહેરા પર રતાશ અને ચમક જોવા મળે છે. ઘણા નિષ્ણાતો વજન ઘટાડવા માટે સેક્સને શ્રેષ્ઠ કસરત માને છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top