મુંબઇથી ન્યૂયોર્ક જતી એર ઈન્ડિયાની ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, હવામાં જ કરવામાં આવી ડાયવર્ટ
એર ઈન્ડિયાની ફ્લાઈટને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મુંબઈથી ન્યૂયોર્ક જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, ત્યારબાદ તેને ઇમરજન્સીમાં દિલ્હી તરફ ડાયવર્ટ કરી દેવામાં આવી છે. ફ્લાઈટનું ટૂંક સમયમાં જ આઈજીઆઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ જાણકારી દિલ્હી પોલીસે આપી છે.
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર બોમ્બની ધમકી મળ્યા બાદ એર ઈન્ડિયાની ફ્લાઈટ જે મુંબઈથી ન્યૂયોર્ક જઈ રહી હતી તેને સુરક્ષાના કારણોસર દિલ્હી ડાયવર્ટ કરવામાં આવી છે. વિમાન હાલમાં IGI એરપોર્ટ પર છે. તમામ મુસાફરો અને ફ્લાઇટ ક્રૂને ફ્લાઇટમાંથી ઉતારી દેવામાં આવ્યા છે અને વિમાનની તપાસ કરવામાં આવી રહી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp