આગામી ત્રણ દિવસ ગરમી સહન કરવા માટે તૈયાર રહો... અંબાલાલ પટેલની આગાહી...

આગામી ત્રણ દિવસ ગરમી સહન કરવા માટે તૈયાર રહો... અંબાલાલ પટેલની આગાહી...

07/11/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

આગામી ત્રણ દિવસ ગરમી સહન કરવા માટે તૈયાર રહો... અંબાલાલ પટેલની આગાહી...

અરબી સમુદ્રના પવનો નબળા રહેતા ગુજરાતમાં હાલ ચાર દિવસ વરસાદની શક્યતા ઓછી છે. બંગાળના ઉપસાગરની સિસ્ટમ નિષ્ક્રિય રહેતા ગુજરાતમાં વરસાદની શક્યતા નહિવત છે. 17થી 24 જુલાઈ  દરમિયાન ગુજરાતમાં મેઘરાજા ફરી મહેરબાન થશે. 14 અને 15મી જૂલાઈએ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ પડશે


અંબાલાલ પટેલની આગાહી અનુસાર,

અંબાલાલ પટેલની આગાહી અનુસાર,

આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની કોઇ શક્યતા નથી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની લઇને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની કોઇ શક્યતા નથી. આગામી ત્રણ દિવસોમાં ગુજરાતીઓએ ગરમી સહન કરવી પડશે.

અંબાલાલ પટેલે કહ્યું હતું કે જોકે 16 જૂલાઇ બાદ મેઘરાજા ફરી રાજ્ય પર મહેરબાન થશે. દેશના ઉત્તરીય પર્વતીય પૂર્વીય ભાગોમાં સરકાર વરસાદની શક્યા ઓછી છે. 11થી 15 સુધી ગુજરાતમાં વરસાદી ઝાપટાં અને દરિયા કિનારે વરસાદ પડી શકે છે.


છેલ્લા 24 કલાકમાં રાજ્યના 47 તાલુકામાં વરસાદ

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 47 તાલુકામાં વરસાદ

રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું હતું. હવામાન વિભાગે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વરસેલા વરસાદના આંકડા જાહેર કર્યા હતા. હવામાન વિભાગના મતે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 47 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

મળતી જાણકારી અનુસાર, છેલ્લા 24 કલાકમાં બોટાદ તાલુકા બે ઈંચ, સુરેન્દ્રનગરના દસાડામાં પોણા બે ઈંચ, મોરબીના ટંકારામાં સવા ઈંચ, છોટા ઉદેપુરના બોડેલીમાં અડધો ઈંચ, લીલીયા, પાટણ વેરાવળમાં અડધો ઈંચ , માળીયા હાટીનામાં અડધો ઈંચ, ભાણવડમાં અડધો ઈંચ,  કુકાવાવ, ખાંભામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો.

રાજ્યમાં સીઝનનો અત્યાર સુધીમાં 25.46 ટકા વરસાદ વરસ્યો હતો. તે સિવાય સૌરાષ્ટ્રમાં સીઝનનો અત્યાર સુધીમાં 35.44 ટકા વરસાદ નોંધાયો હતો. કચ્છમાં સીઝનનો અત્યાર સુધીમાં 34.87 ટકા વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીમાં 27.25 ટકા વરસાદ વરસ્યો હતો. મધ્ય ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીમાં 16.39 ટકા વરસાદ નોંધાયો હતો. ઉત્તર ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીમાં 17.78 ટકા વરસાદ વરસ્યો હતો.                        

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top