રાજનીતિનો ખેલ તો જુઓ, થોડા દિવસ અગાઉ જે નેતાઓ મોરબીમાં લડી લેવાના મૂડમાં દેખાતા હતા તેઓ સચિવાલયમાં મજાક-મસ્તી કરતા દેખાયા
Gopal Italia and Kanti Amrutia: ગુજરાતમાં કડી અને વિસાવદર સીટ પર થયેલી પેટાચૂંટણી બાદ ભાજપના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટી (AAP)ના નવા ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વચ્ચે હાઈવોલ્ટેજ ડ્રામા થયા હતા. કાંતિ અમૃતિયાએ મોરબીથી ચૂંટણી લડવા માટે AAP નેતા ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપ્યું હતું અને ગોપાલે પણ એ સ્વીકાર્યું હતું. પછી કાંતિભાઈએ તો ગાંધીનગર સુધી રેલી કાઢીને શક્તિપ્રદર્શન કર્યું હતું, એવું લાગતું હતું કે કાંતિભાઈ રાજીનામું આપી શકે છે, પરંતુ પછી રાજીનામું આપ્યું હતું. હવે રાજનીતિનો ખેલ તો જુઓ આજ બંને ધારાસભ્યો સચિવાલયમાં મજાક-મસ્તી સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા.
ધારાસભ્ય બન્યા બાદ ગોપાલ ઇટાલિયા પહેલી વખત મુખ્યમંત્રીને મળવા સચિવાલય પહોંચ્યા હતા. ઇટાલિયાએ મુખ્યમંત્રીને એવી રજૂઆત કરી હતી કે, 3 જિલ્લામાં 196 ગામોમાં ઇકો-સેન્સિટિવ ઝોન રદ કરો. સાથે જ તેમણે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને લઇને પણ રજૂઆત કરી હતી કે, તેનો અમલ કરાતો નથી.
તેમણે કહ્યું કે, TPના કાયદાનુ ખોટુ અર્થઘટન કરવામાં આવે છે. TPમાં 40 ટકા જમીન કપાત કરવી ગેરકાયેદસર છે. આ રજૂઆત કર્યા બાદ ઇટાલિયા પરત ફરી રહ્યા હતા ત્યારે સ્વર્ણિમ પરિસરની નીચે અચાનક મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા આવી પહોંચ્યાં. જેને પડકાર ફેક્યો હતો તે ઈટાલિયાને જોઈ પોતે કાંતિ અમૃતિયા મળવા પહોંચી ગયા.
કાંતિ અમૃતિયા ગોપાલ ઇટાલિયાને મળવા પહોંચ્યા ત્યારે અમૃતિયાએ હસતા ચહેરે તેમણે કહ્યું કે, મોરબી શહેરમાં 500 ગાંડા કાર્યકર્તા છે, જેમાં હું 501મો ગાંડો. આમ કહેતા આસપાસ ઉભા લોકો પણ હેરાન રહી ગયા હતા કે- ધારાસભ્ય કાંતિ અમૃતિયા પોતાની જાતને ગાંડો કેમ કહી રહ્યાં છે. વિસાવદરવાળી કરવાના મામલે લડી લેવાના મૂડમાં હોય તેવી સ્થિતિ પેદા કર્યા બાદ કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા મિનિટો સુધી હસતા ચહેરે વાતો કરી મજાક મસ્તી કરતા નજરે પડ્યા ચડ્યા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp