Gujarat: આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, આ AAP નેતાએ ધરી દીધું રાજીનામું

Gujarat: આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, આ AAP નેતાએ ધરી દીધું રાજીનામું

08/08/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Gujarat: આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, આ AAP નેતાએ ધરી દીધું રાજીનામું

Karshanbapu Bhadarka resigned: ગુજરાતમાં આમ આદમી પાર્ટી ધીમે ધીમે આગળ વધી રહી છે. વિસાવદર બેઠકની પેટાચૂંટણી બાદ AAP વધુ સક્રિય દેખાઈ રહી છે ત્યારે ગુજરાતમાં AAPને ઝટકો લાગ્યો છે. AAPના નેતા કરશનબાપુ ભાદરકાએ અચાનક જ રાજીનામું ધરી દીધું છે. તેમણે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને પોતાનું રાજીનામું મોકલાવ્યું છે. તેમણે રાજીનામામાં લખ્યું છે કે, મારી તબિયતને લઈને ડૉક્ટની સલાહ પ્રમાણે મારે આરામની જરૂર છે, એટલે હું કરશનબાપુ ભાદરકા પાર્ટીના મારા બધાં હોદ્દાઓ પરથી રાજીનામું આપું છું. પાર્ટીના સારા ભવિષ્ય માટે શુભેચ્છાઓ. આપનો આભાર.


કરશન બાપુ પાર્ટીથી નારાજ હતા?

કરશન બાપુ પાર્ટીથી નારાજ હતા?

સૂત્રોના જણાવ્યા મુજબ, કરશનબાપુ છેલ્લા કેટલાક સમયથી પાર્ટીથી નારાજ હતા. વિસાવદરની ચૂંટણી દરમિયાન ગોપાલ ઈટાલિયા દ્વારા વારંવાર જવાહર ચાવડાના વખાણ કરવાથી તેઓ નારાજ થયા હોવાનું મનાય છે. આ ઉપરાંત, મનરેગા કૌભાંડમાં જૂનાગઢના કોંગ્રેસના નેતા હીરા જોટવાનું નામ આવ્યા બાદ જ્યારે પાર્ટીએ તેમની સામે અભિયાન ચલાવ્યું, ત્યારે કરશનબાપુએ પાર્ટી લાઈનથી વિરુદ્ધ જઈને હીરા જોટવાને સમર્થન આપ્યું હતું.


કરશન બાપુએ માણાવદરથી ચૂંટણી લડી હતી

કરશન બાપુએ માણાવદરથી ચૂંટણી લડી હતી

2022ની વિધાનસભા ચૂંટણીમાં કરશનબાપુએ ભાજપના જવાહર ચાવડાને હરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે માણવદર બેઠક પરથી ચૂંટણી લડી હતી. તે ચૂંટણીમાં કોંગ્રેસના અરવિંદ લાડાણીને 64,000 મત મળ્યા હતા જ્યારે ભાજપના જવાહર ચાવડાને 61,000 મત મળ્યા હતા. કરશનબાપુને ત્યારે 23,000 મતો મળ્યા હતા અને બંને વચ્ચે માત્ર 3,453 મતનો તફાવત હતો. બાદમાં, અરવિંદ લાડાણી કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા અને પેટાચૂંટણી જીતીને ફરી ચૂંટાઈ આવ્યા હતા.

હાલમાં ગુજરાતમાં AAP દ્વારા ‘ગુજરાત જોડો અભિયાન’ ચાલી રહ્યું છે, જેમાં પક્ષનો દાવો છે કે 150થી વધુ જનસભા થઈ છે અને 5 લાખથી વધુ લોકો મિસ્ડ કોલ દ્વારા પાર્ટીમાં જોડાયા છે. આ આંદોલન વચ્ચે કરશનબાપુનું રાજીનામું પાર્ટી માટે ચિંતાનો વિષય બન્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top