Asaram: ગુજરાત હાઇકોર્ટમાંથી આસારામને ત્રીજી વખત મળી રાહત, વચગાળાના જામીન આ તારીખ સુધી વધ્યા
Gujarat HC extends temporary bail of Asaram till Aug 21: ગુજરાત હાઈકોર્ટે સુરત બળાત્કાર કેસમાં દોષિત આસારામને ફરી એકવાર રાહત આપી છે. કોર્ટે તેના વચગાળાના જામીનનો સમયગાળો 21 ઓગસ્ટ સુધી લંબાવ્યો છે. આસારામે સ્વાસ્થ્યના કારણોસર જામીનનો સમયગાળો લંબાવવાની માગ કરી હતી. તેના સમર્થનમાં તેમણે કોર્ટમાં હોસ્પિટલ અને ડૉક્ટરોના પ્રમાણપત્રો પણ રજૂ કર્યા હતા.
સરકારી વકીલે આ તબીબી દસ્તાવેજોની સત્યતા ચકાસવા માટે કોર્ટ પાસે સમય માગ્યો હતો. આ કારણોસર, કેસની આગામી સુનાવણી હવે 21 ઓગસ્ટના રોજ નક્કી કરવામાં આવી છે. ત્યાં સુધી આસારામના વચગાળાના જામીન લંબાવવામાં આવ્યા છે.
આ ત્રીજી વખત છે જ્યારે આસારામને હાઈકોર્ટ તરફથી વચગાળાની રાહત મળી છે. આ અગાઉ 27 જૂને, કોર્ટે તેના જામીન 07 જુલાઈ સુધી લંબાવ્યા હતા. ત્યારબાદ 03 જુલાઈએ કોર્ટે એક મહિના માટે જામીન લંબાવ્યા હતા.
હવે ફરી એકવાર 21 ઓગસ્ટ સુધી રાહત આપવામાં આવી છે. આ કેસ સુરતની એક યુવતી પર બળાત્કાર સાથે જોડાયેલો છે, જેમાં આસારામને દોષિત ઠેરવવામાં આવ્યો છે. જોકે, કોર્ટમાં પેન્ડિંગ સુનાવણી અને તબીબી કારણોસર રાહત મળવાને કારણે આ કેસ સતત ચર્ચામાં છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp