Rahul Gandhi: કર્ણાટક ચૂંટણી પંચે રાહુલ ગાંધીને પત્ર મોકલીને કહ્યું- તમે જે પુરાવા રજૂ કરી રહ્યા છે તે શપથ પત્ર સાથે મોકલી આપો, સાથે જ આપી આ ચેતવણી
08/08/2025
Politics
Rahul Gandhi: રાહુલ ગાંધીએ લગભગ એક કલાકની પ્રેસ કોન્ફરન્સમાં મતદાર યાદીમાં રહેલી વિસંગતતાઓ રજૂ કરીને ચૂંટણીમાં કેવી રીતે ગોટાળા થઈ રહ્યા છે તે સાબિત કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ, વાસ્તવિક વિસંગતતા એ છે કે જેને તેઓ ગરબડું કહી રહ્યા છે, તેને દૂર કરવા માટે ચૂંટણી પાંચ દ્વારા બિહારમાં SIR કરવામાં આવી રહ્યો છે અને તેમના જ સહયોગી દળોને ખૂંચી રહ્યું છે. એટલે કે, જે ચૂંટણી ગરબડીના ખુલાસાને તેઓ 'એટમ બોમ્બ' કહી રહ્યા હતા, તેમાં પોતાના એજન્ડાને નુકસાન પહોંચાડી રહ્યા હોય તેવું લાગે છે.
રાહુલ ગાંધી વોટર IDમાં અનિયમિતતાઓનો ઢગલો લઈને બેઠા હતા. તેઓ કહી રહ્યા હતા કે મતદાર કાર્ડ પર ડુપ્લિકેટ વોટર ID, ખોટું સરનામું, ખોટો ફોટો મૂકીને કેવી રીતે છેતરપિંડી કરવામાં આવી છે. પરંતુ, તેમની પ્રેસ કોન્ફરન્સ અગાઉ જ, બિહારમાં SIR કરી રહેલા ચૂંટણી પંચે તેજસ્વી યાદવના 2 મતદાર ID કાર્ડ સામે રાખીને સાબિત કર્યું છે કે આ છેતરપિંડીના લાભાર્થીઓ કોઈ એક પક્ષના સભ્યો નથી.
રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર અને કર્ણાટકની બે વિધાનસભાઓની મતદાર યાદી પક્ષ સ્તર પર તપાસવાનો દાવો કર્યો છે. તેમણે બેંગલુરુના વિધાનસભા મતવિસ્તાર મહાદેવપુરાની મતદાર યાદીમાં ગેરરીતિઓનો વિગતવાર ખુલાસો કર્યો. પરંતુ તેમના શબ્દો પરથી એવું લાગતું હતું કે તેઓ હજુ સુધી SIRના વાસ્તવિક કાર્યોને સમજી શક્યા નથી. ચાલો જોઈએ કે તેઓ પોતાની દલીલો દ્વારા SIRની રાષ્ટ્રવ્યાપી જરૂરિયાતને કેવી રીતે સમજાવી રહ્યા છે.
નકલી મતદારોની વાત સાચી છે, તેજસ્વી યાદવનું ઉદાહરણ સામે છે
બેંગલુરુ સેન્ટ્રલ વિધાનસભા બેઠકનું ઉદાહરણ આપતા, રાહુલ ગાંધી કહે છે કે અહીં 11,965 મતદારો છે જે બે અલગ-અલગ વિસ્તારો અને બૂથમાં મતદાન કરી રહ્યા છે. આ અંગે રાહુલ ગાંધીએ ઘણા મતદારોના ઉદાહરણો પણ આપ્યા. મતદાર આદિત્ય શ્રીવાસ્તવનું નામ બેંગલુરુ અને ઉત્તર પ્રદેશ બંનેમાં નોંધાયેલું છે. હવે રાહુલ ગાંધીને કોણ સમજાવશે કે SIRની સંપૂર્ણ કવાયત માત્ર આ માટે જ છે. રાહુલ ગાંધી પાસે ક્યાં તો SIRની પૂરી માહિતી નથી અથવા તેઓ ચૂંટણી પંચના નામે જાણી જોઈને મોદી સરકાર સાથે રમી રહ્યા છે.
તેજસ્વી યાદવનો ડબલ વોટર IDનો મુદ્દો તાજેતરમાં ઉઠાવવામાં આવ્યો હતો. SIR વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરનાર કોમ્યુનિસ્ટ પાર્ટીના સાંસદની પત્નીના નામે 2 મતદાર ID હોવાનું જાણવા મળ્યું છે. વાસ્તવમાં, SIR આ જ કારણસર મતદારોની સંપૂર્ણ તપાસ કરી રહ્યું છે. દિલ્હી-મુંબઈ-બેંગલુરુ જેવા શહેરોમાં રહેતા ઘણા લોકો પાસે 2 મતદાર ઓળખ કાર્ડ છે. એટલા માટે ભાજપ અને JDU જેવા પક્ષોને પણ ચિંતા છે કે બિહારમાં તેમના લાખો મતદારો મતદાનથી વંચિત રહી શકે છે.
રાહુલ ગાંધીનો બીજો સૌથી મોટો ભાર નકલી સરનામાં પર છે. રાહુલ કહે છે કે બેંગલુરુ સેન્ટ્રલ સીટ પર 40 હજાર મતદારો એવા છે જેમના સરનામાં ખોટા છે. તેમાં કોઈ શંકા નથી કે આવા નકલી મતદારો દ્વારા ચૂંટણી જીતી શકાય આવે છે. પરંતુ તે કેવી રીતે સાબિત થશે કે કઈ પાર્ટી પાસે નકલી મતદારો નથી. બિહારમાં, ઘણા જિલ્લાઓમાં તેમની વસ્તી કરતા વધુ આધાર કાર્ડ જાહેર કરવામાં આવ્યા છે. દેખીતી રીતે, જો ચૂંટણી પંચે આધાર કાર્ડને મતદાર ઓળખ કાર્ડ બનાવવા માટે આધાર કાર્ડ તરીકે સ્વીકાર્યું હોત, તો એજ થતું જે રાહુલ ગાંધી ઇચ્છતા નહોતા.
કદાચ આ જ કારણ છે કે ચૂંટણી પંચે આધાર કાર્ડને મતદાર ઓળખ કાર્ડ માટે એકમાત્ર આધાર માન્યું નથી. આજે પણ સરનામાના પુરાવા માટે આધાર કાર્ડને કાયદેસર માનવામાં આવતું નથી. તમે રેન્ટ એગ્રીમેન્ટ બનાવીને ઘરે બેઠા આધાર કાર્ડ પર સરનામું બદલી શકો છો. જો રાહુલ ગાંધીને આટલી બધી બાબતો સમજાઈ ગઈ છે, તો તેમણે બિહારમાં ચૂંટણી પંચને SIRમાં મદદ કરવી જોઈએ. અને દેશભરમાં SIR લાગુ કરવાની માગ કરવી જોઈએ.
એક જ સરનામે બલ્ક વોટર્સનો મુદ્દો, એટલે જ ચૂંટણી પંચ ડોર ટુ ડોર કેમ્પેન કરી રહ્યું છે
રાહુલ ગાંધીએ કહ્યું કે લગભગ 10 હજાર મતદારો મળી આવ્યા છે, જેમાં બલ્ક વોટર્સનું સરનામું એક જ છે. રાહુલે કહ્યું કે 50-60 મતદારોના મત એક જ સરનામે નોંધાયેલા છે. આ માટે, રાહુલે તે ઘરોની રીતસરની તસવીર બતાવી, જેના પર 40, 50 અને 60ની સંખ્યામાં મતદારોના નામ નોંધાયેલા છે. રાહુલ ગાંધીના આ આરોપમાં પણ દમ છે. પરંતુ કદાચ તેમને ખબર નથી કે ચૂંટણી પંચ તમામ પક્ષોના BLO દ્વારા ડોર-ટૂ-ડોર વેરિફિકેશન દ્વારા આ કાર્ય કરી રહ્યું છે.
દસ્તાવેજોની ડોર-ટુ-ડોર વેરિફિકેશન અને મતદાર યાદીમાં વિસંગતતાઓ દૂર કરવાની વ્યવસ્થા છે. જો એક જ સરનામે નોંધાયેલા મતદારોની સંખ્યા અસામાન્ય રીતે વધુ હોય, તો ચકાસણી દરમિયાન આવી વિસંગતતાઓ શોધી શકાય છે. ઉદાહરણ તરીકે, એક નાના ઘરમાં 50-60 મતદારો હોવા શંકાસ્પદ છે તો ચકાસણી દરમિયાન તેમને દૂર કરી શકાય છે. રાહુલ ગાંધીએ થોડા દિવસો માટે બિહાર જવું જોઈએ અને કોંગ્રેસ પક્ષના BLO સાથે ફરવું જોઈએ.
રાહુલ ગાંધી ચૂંટણી પંચને શપથપત્ર આપીને ગરબડીના પુરાવા કેમ નથી આપી રહ્યા?
રાહુલ ગાંધી વિરોધ પક્ષના નેતાનું જવાબદાર પદ સંભાળી રહ્યા છે. જો તેઓ ચૂંટણી પંચ જેવી બંધારણીય સંસ્થા પર ભાજપ સાથે સાંઠગાંઠનો આરોપ લગાવી રહ્યા છે, તો તેનાથી વધુ ગંભીર કંઈ ન હોઈ શકે. તેઓ ચૂંટણી પંચને સવાલ કરે છે કે તેઓ છેલ્લા 10 વર્ષના મતદાર યાદીનો ડિજિટલ ડેટા કેમ નથી આપી રહ્યા.
તેમને CCTV ફૂટેજ કેમ પૂરા પાડવામાં આવી રહ્યા નથી. તેમને મળેલી બે વિધાનસભા બેઠકોના ડેટા પેપર્સની તપાસ કર્યા બાદ, રાહુલે હજારો મતદાર ઓળખપત્રોમાં છેતરપિંડીનો દાવો કર્યો છે. પરંતુ, જે બે બેઠકો બાબતે તેઓ આટલા વિશ્વાસ સાથે વાત કરી રહ્યા હતા, તેના સંદર્ભમાં, કર્ણાટક ચૂંટણી પંચે તેમને એક પત્ર મોકલીને કહ્યું છે કે તેઓ જે પુરાવા રજૂ કરી રહ્યા છે તે શપથ પત્ર સાથે ચૂંટણી પંચને મોકલી દે.
ચૂંટણી પાંચ દ્વારા ચેતવણી પણ આપી છે કે જો તેઓ ખોટા પુરાવા રજૂ કરશે, તો તેમને જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1950ની કલમ 31 અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 227 હેઠળ સજા થઈ શકે છે. જ્યારે રાહુલ ગાંધીને એક પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી પંચને શપથ પત્રને લઈને તેમના પુરાવા આપવા બાબતે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે એમ કહીને પીછેહઠ કરી કે હું એક જનપ્રતિનિધિ છું. મારું સાર્વજનિક નિવેદન મારી શપથ છે. સ્વાભાવિક છે કે, રાહુલ જાણે છે કે જો તેઓ જે દસ્તાવેજો રજૂ કરી રહ્યા છે તે ખોટા હોવાનું માલૂમ પડશે, તો તેઓ શપથ આપીને ફસાઈ જશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp