આ ગરબા જોવા માટે દૂરદૂરથી આવે છે લોકો; 9 દિવસ થાય છે અલગ અલગ રાસ, જાણો શું અમરેલીના આ ગરબાની ખા

આ ગરબા જોવા માટે દૂરદૂરથી આવે છે લોકો; 9 દિવસ થાય છે અલગ અલગ રાસ, જાણો શું અમરેલીના આ ગરબાની ખાસિયત?

09/28/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

આ ગરબા જોવા માટે દૂરદૂરથી આવે છે લોકો; 9 દિવસ થાય છે અલગ અલગ રાસ, જાણો શું અમરેલીના આ ગરબાની ખા

ગુજરાત ડેસ્ક : નવરાત્રીનો તહેવાર આવતા જ ગરબા રમવાના શોખીન લોકોમાં એક અલગ જ આનંદ જોવા મળે છે. સમયાંતરે ગરબાનું આધુનિકરણ થઈ રહ્યું છે ત્યારે સાવરકુંડલા નગરમાં આજે પણ અર્વાચીન ગરબા છોડીને પ્રાચીન ગરબા રમાય છે. ત્યારે સાવરકુંડલાના દેવલગત વિસ્તારમાં છેલ્લા 75 વર્ષથી પરંપરાગત રીતે રાસ લેવામાં આવે છે. જય ખોડિયાર બાળ મંડળ દ્વારા નવરાત્રીના 9 દિવસ સુધી અહીં વિવિધ રાસ ગરબા રમાય છે.


75 વર્ષથી પરંપરાગત પોશાક પહેરીને પ્રાચીન ગરબા

75 વર્ષથી પરંપરાગત પોશાક પહેરીને પ્રાચીન ગરબા

સાવરકુંડલા નગરમાં છેલ્લા 75 વર્ષથી દેવડા ગેટ વિસ્તારમાં જય ખોડિયાર બાળ મંડળ દ્વારા પ્રાચીન રાસ ગરબા રમાય છે. દસ વર્ષના બાળકોથી માંડીને 45 વર્ષની વયના લોકો અહીં પ્રાચીન ગરબા રમે છે. આજના આધુનિક યુગમાં યુવક-યુવતીઓ પાર્ટી પ્લોટ અને આધુનિક ગરબા રમી રહ્યા છે. પરંતુ સાવરકુંડલાનું જય ખોડિયાર બાળ મંડળ છેલ્લા 75 વર્ષથી પરંપરાગત પોશાક પહેરીને પ્રાચીન ગરબા રમે છે. અહીં બાળકો અને યુવાનો કેડિયું પહેરીને ગરબા રમે છે. અહીંના આયોજકો પણ બાળકો અને યુવાનોને પરંપરાગત ગરબા રમતા જોઈને ખૂબ જ ખુશ છે.


પરંપરાગત ગરબા રમવાનો આનંદ

જય ખોડિયાર બાળ મંડળના આયોજક કનુભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, જય ખોડિયાર બાળ મંડળના યુવાનો પણ આ પરંપરાગત ગરબા રમવાનો આનંદ માણે છે. સાવરકુંડલા નગરમાં જય ખોડિયાર બાળ મંડળ દ્વારા પરંપરાગત રીતે ભજવાતા રાસને જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે. અમરેલી રાજુલા મહુવા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો આ રાસ નિહાળવા આવે છે. ત્યારે કેડીઓ સાથે રમતા યુવાનોમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


પ્રાચીન ગરબાઓ ધીમે ધીમે લુપ્ત થઈ રહ્યા છે

પ્રાચીન ગરબાઓ ધીમે ધીમે લુપ્ત થઈ રહ્યા છે

તો ગરબામાં ઉત્સાહભેર ભાગ લેનાર ધર્મેશભાઈ ટાંકે જણાવ્યું હતું કે આજના આધુનિક યુગમાં લોકો મોટા પાર્ટી પ્લોટમાં અને ડીજેના તાલે ગરબા રમે છે. પરંતુ સાવરકુંડલાના દેવડા ગેટ વિસ્તારમાં જય ખોડિયાર બાળ મંડળ દ્વારા છેલ્લા 75 વર્ષથી પરંપરાગત અને પ્રાચીન ગરબા રમવામાં આવે છે. પ્રાચીન ગરબાઓ ધીમે ધીમે લુપ્ત થઈ રહ્યા છે, ત્યારે સાવરકુંડલાના જય ખોડિયાર બાળ મંડળ દ્વારા પરંપરાગત ગરબાની જાળવણી કરવામાં આવે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top