શું તમે પણ પરફ્યુમ લગાવવાના છો શોખીન? તો ચેતી જજો! આ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી? નહી તો થઈ

શું તમે પણ પરફ્યુમ લગાવવાના છો શોખીન? તો ચેતી જજો! આ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી? નહી તો થઈ શકે છે આ નુકસાન! જાણો

08/27/2025 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

શું તમે પણ પરફ્યુમ લગાવવાના છો શોખીન? તો ચેતી જજો! આ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી? નહી તો થઈ

આ સમયમાં પરફ્યુમનો શોખ દરેક બીજી વ્યક્તિમાં જોવા મળે છે. કેટલાક લોકો તો આત્મવિશ્વાસ વધારવા માટે પરફ્યુમનો  ઉપયોગ કરે છે, તો કેટલાક લોકો વિવિધ પરફ્યુમ અજમાવવાના શોખીન હોય છે. પહેલાના જમાનામાં પરફ્યુમ લગાવવું એ પૈસાદાર માણસનો શોખ ગણાતું. પરંતુ આજકાલ તો આ શોખ પાછળ સામાન્ય માણસ પણ હજારો રૂપિયા ખર્ચે છે. પહેલા તહેવાર-પ્રસંગે વપરાતું પરફ્યુમ આજે લોકો રોજીંદા જીવનમાં વાપરે છે. ત્યારે આ પરફ્યુમનો યોગ્ય રીતે ઉપયોગ કરવા વિશે પણ માહિતી હોવી જરૂરી છે. શરીરના કયા ભાગો પર પરફ્યુમ ન લગાવવું જોઈએ ? ચાલો જાણીએ.


પરફ્યુમ ક્યાં ન લગાવવું જોઈએ?

પરફ્યુમ ક્યાં ન લગાવવું જોઈએ?

પરફ્યુમને ક્યારેય પણ ચહેરા પર ન લગાવવું જોઈએ. આ ઉપરાંત, પરફ્યુમને આંખોની આસપાસથી પણ દૂર રાખવું જોઈએ. હકીકતમાં ચહેરા અને આંખોની આસપાસની ત્વચા ખૂબ જ સંવેદનશીલ હોય છે, અને અહીં પરફ્યુમ લગાવવામાં આવે તો બળતરા, એલર્જી કે ફોલ્લીઓની સમસ્યા થઈ શકે છે. ઉપરાંત જો પરફ્યુમને  યોગ્ય જગ્યાએ લગાવવામાં આવે તો તેની સુગંધ લાંબા સમય સુધી રહે છે.

આ ઉપરાંત જો શરીર પર ક્યાંય ઈજા થઈ હોય કે કાપો પડ્યો હોય, તો આ જગ્યાએ પરફ્યુમ ન લગાવવું જોઈએ. કેમકે, પરફ્યુમમાં એવા રસાયણો રહેલા હોય છે જે ઘાને વધારી શકે છે. આ ઉપરાંત, અંડરઆર્મ્સ પર પણ વધુ પડતું પરફ્યુમ લગાવવાનું ટાળવું જોઈએ. અને નાભિની આસપાસની ત્વચા પર પણ પરફ્યુમ ન લગાવવું જોઈએ, નહીં તો અહીં ત્વચામાં બળતરા તથા ઇન્ફેક્શન થઈ શકે છે. ઉપરાંત તે આંતરિક અંગોને પણ નુકસાન પહોંચાડી શકે છે.


પરફ્યુમની સુગંધ લાંબા સમય સુધી ટકી રહે

પરફ્યુમની સુગંધ લાંબા સમય સુધી ટકી રહે

ત્વચાને લગતી આવી સમસ્યાઓથી બચવા યોગ્ય જગ્યાએ પરફ્યુમ  લગાવવું જોઈએ. પરફ્યુમને હાથના  કાંડા પર અથવા ગરદનના પાછળના ભાગમાં લગાવી શકાય છે. આ ઉપરાંત, કાનની નજીકના ભાગમાં  પરફ્યુમ લગાવવાથી પણ તેની સુગંધ લાંબા સમય સુધી ટકી રહે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top