યુનિવર્સિટીમાં દીવાલો પર લખાયા 'આઝાદ કાશ્મીર' અને 'ફ્રી પેલેસ્ટાઈન'ના નારા, વિવાદ શરૂ

યુનિવર્સિટીમાં દીવાલો પર લખાયા 'આઝાદ કાશ્મીર' અને 'ફ્રી પેલેસ્ટાઈન'ના નારા, વિવાદ શરૂ

03/11/2025 National

SidhiKhabar

SidhiKhabar

યુનિવર્સિટીમાં દીવાલો પર લખાયા 'આઝાદ કાશ્મીર' અને 'ફ્રી પેલેસ્ટાઈન'ના નારા, વિવાદ શરૂ

Jadavpur University: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા સ્થિત જાદવપુર યુનિવર્સિટીમાં વિવાદ સતત વધી રહ્યો છે. હવે યુનિવર્સિટી કેમ્પસની દિવાલો પર 'આઝાદ કાશ્મીર' અને 'ફ્રી પેલેસ્ટાઈન'ના નારા લખેલા જોવા મળ્યા છે. જેના કારણે વિવાદ વધુ વકર્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી જાદવપુર યુનિવર્સિટીમાં સતત વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.


કેમ મચ્યો છે યુનિવર્સિટીમાં હોબાળો?

કેમ મચ્યો છે યુનિવર્સિટીમાં હોબાળો?

વાસ્તવમાં, 1 માર્ચના રોજ યુનિવર્સિટીમાં ડાબેરીઓ દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યા હતા. આ સમય દરમિયાન રાજ્યના શિક્ષણ મંત્રી બ્રત્ય બસુની કાર અને તેમની સાથે મુસાફરી કરી રહેલા અન્ય વાહનથી બે વિદ્યાર્થીઓ કથિત રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારથી યુનિવર્સિટીમાં સતત વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે.

જોકે, સોમવારે યુનિવર્સિટીમાં મોટાભાગના વર્ગો અને પરીક્ષાઓ સમયપત્રક મુજબ થઈ હતી. યુનિવર્સિટી કેમ્પસમાં સાદા કપડામાં પોલીસ જવાનોના પ્રવેશને લઈને પણ વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોમાં નારાજગી છે.


તૃણમૂલની વિદ્યાર્થી પાંખે શું કહ્યું?

તૃણમૂલની વિદ્યાર્થી પાંખે શું કહ્યું?

જાદવપુરના ગેટ નંબર 3 પાસેની દિવાલ પર 'આઝાદ કાશ્મીર' અને 'ફ્રી પેલેસ્ટાઈન' કાળા રંગમાં લખેલું જોવા મળ્યું હતું. જો કે આ નારા પાછળ કઇ વ્યક્તિ કે સંસ્થાનો હાથ છે તે જાણી શકાયું નથી. જાદવપુર યુનિવર્સિટીમાં તૃણમૂલ છાત્ર પરિષદની એકમના પ્રમુખ કિશલય રોયે જણાવ્યું હતું કે, તેની પાછળ કેટલાક અતિ ડાબેરી વિદ્યાર્થી સંગઠનો છે અને જો કોઈ વિશાળ કેમ્પસની અંદર જાય તો, તેને  દિવાલો પર આ પ્રકારના બીજા પણ નારા લખેલા જોવા મળી શકે છે."

CPI(M)ની વિદ્યાર્થી પાંખે શું કહ્યું?

જાદવપુર યુનિવર્સિટીના SFIના નેતાએ કહ્યું કે, "અમે અલગતાવાદી વિચારોનું સમર્થન કરતા નથી, જો કે અમે ભાજપ શાસિત રાજ્યોમાં લઘુમતીઓના દમનની વિરુદ્ધ છીએ. CPI(M)ની વિદ્યાર્થી પાંખ SFIનું પેલેસ્ટાઈનના મુદ્દે સ્પષ્ટ વલણ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top