GMP પર ભવિષ્યવાણી થઈ સાચી, આ કંપનીના IPOએ કરી કમાલ, રોકાણકારોના એક શેર પર 29 ટકાનો ફાયદો
બિહારમાં જાતિ ગણતરીના આંકડા જાહેર કરી દેવામાં આવ્યા છે. આ આંકડાઓમાં સૌથી મોટી વસ્તી EBC એટલે કે અત્યંત પછાત વર્ગની હોવાનું જાણવા મળ્યું છે, જે 36 ટકા છે. બીજા નંબર પર OBC એટલે કે અન્ય પછાત વર્ગની સંખ્યા છે, જે 27 ટકા છે. આ પ્રકારે રાજ્યમાં કુલ 63 ટકા પછાત વર્ગ છે, પરંતુ તેમાં પણ કેટેગરાઈઝેશન કરી દેવામાં આવ્યું છે અને EBC ક્લાસ 36 ટકા સાથે સૌથી મોટો સમૂહ છે. EBCનો એજન્ડા નીતિશ કુમારનો રહ્યો છે. તેમણે ગેર-યાદવ પછાત જાતિઓને ટારગેટ કરવાના ઉદ્દેશ્યથી આ વર્ગ તૈયાર કર્યો છે અને પછી તેમને અલગ-અલગ અનામત પણ આપવામાં આવ્યું?
JSW ઇન્ફ્રાસ્ટ્રક્ચર IPOની લિસ્ટિંગ બાદ શેરોમાં તેજી જોવા મળી છે. સવારે 10:15 વાગ્યે કંપનીના શેર IPO પ્રાઇઝની તુલનામાં BSEમાં 29.83 ટકાની તેજી સાથે 154.50 રૂપિયાના લેવલ પર ટ્રેડ કરી રહ્યા હતા.
2 રૂપિયાના ફેસ વેલ્યૂ પર JSW ઇન્ફ્રાસ્ટ્રક્ચર IPOની પ્રાઇઝ બેન્ડ 113 રૂપિયાથી 119 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી હતી. કંપનીનો IPO રોકાણકારો માટે 25 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બર 2023 સુધી ઓપન હતો. ઉલ્લેખનીય છે જે JSW ઇન્ફ્રાસ્ટ્રક્ચર IPOના એક લોટમાં 126 શેર રાખવામાં આવ્યા હતા. આ કારણે રોકાણકારોએ 14,994 રૂપિયાનો દાવ લગાવવો પડ્યો. JSW ઇન્ફ્રાસ્ટ્રક્ચર IPOએ એન્કર રોકાણકારો પાસેથી 1260 કરોડ રૂપિયા ભેગા કર્યા હતા. કંપનીના IPOની સાઇઝ 2,800 કરોડ રૂપિયાની હતી. આ IPO દ્વારા JSW ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા 23.53 કરોડ ફ્રેશ શેર જાહેર કરવામાં આવશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp