બિગબુલનો આ શેરમાં રોકેટ ગતિએ ઉછાળો , બ્રોકરેજે પણ આપી ખરીદીની સલાહ

બિગબુલનો આ શેરમાં રોકેટ ગતિએ ઉછાળો , બ્રોકરેજે પણ આપી ખરીદીની સલાહ

06/05/2022 Business

SidhiKhabar

SidhiKhabar

બિગબુલનો આ શેરમાં રોકેટ ગતિએ ઉછાળો , બ્રોકરેજે પણ આપી ખરીદીની સલાહ

ભારતીય શેરબજારના બિગબુલ રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયો (Rakesh jhunjhunwala portfolio) નો એક શેર મસમોટા કોન્સોલિડેશનના તબક્કામાંથી બહાર આવી રહ્યો છે. વર્ષ 2022માં ટાટા ગ્રુપ (TATA Group) નો આ શેર દબાણ હેઠળ હતો, પરંતુ શાનદાર બિઝનેસ પરફોર્મન્સને છતા આ વર્ષે અત્યાર સુધીમાં તેમાં 12.68 ટકાનો ઘટાડો થયો છે. જોકે આ સ્ટોકમાં ગત 12મી મે પછી અપસાઇડ મૂવમેન્ટ શરૂ થઈ છે. બજારના નિષ્ણાતોનું કહેવું છે કે, ટાટા મોટર્સના શેરના કોન્સોલિડેશનનો તબક્કો ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહ્યો છે અને શેર નવી હરણફાળ ગતિ ભરવા તૈયાર છે.


માર્કેટ એક્સપર્ટસનું માનવું છે કે, ટૂંકા ગાળામાં આ સ્ટોક રૂ. 480 સુધી ઉંચકાઈ શકે છે. શુક્રવારે આ શેર ઈન્ટ્રાડેમાં રૂ. 434.10 પર ટ્રેડ થઈ રહ્યો છે. મે મહિના માટે ટાટા મોટર્સ (TATA Morors) ના વેચાણના આંકડા શાનદાર રહ્યા છે. મે 2022માં ટાટા મોટર્સનું કુલ વેચાણ 76,210 યુનિટ્સ પર પહોંચી ગયું છે. વર્ષ 2021માં કંપનીએ મે મહિનામાં 26,661 વાહનોનું વેચાણ કર્યું હતું. આ રીતે વેચાણ લગભગ ત્રણ ગણું વધી ગયું છે.


EVsની વધતી માંગથી કંપનીને ફાયદો થાય છે :

લાઈવ મિન્ટના અહેવાલ અનુસાર સ્વસ્તિક ઈન્વેસ્ટમાર્ટ લિમિટેડના રિસર્ચ હેડ સંતોષ મીણાનું કહેવું છે કે, ઈલેક્ટ્રિક વાહનોની વધતી માંગનો સૌથી વધુ ફાયદો ટાટા મોટર્સને થશે. નાણાકીય વર્ષ 2022ના ચોથા ક્વાર્ટરના કંપનીના પરિણામો દર્શાવે છે કે કંપની ભારતીય બજારમાં રિકવરી કરી રહી છે. પેસેન્જર વાહનો અને કોમર્શિયલ વાહનોની માંગમાં વધારો થવાને કારણે આ સ્થિતિ સર્જાઈ છે.


તેઓ વધુ કહે છે કે, કંપનીની સામે સૌથી મોટી અડચણ સેમિકન્ડક્ટર્સની અપૂરતી ઉપલબ્ધતા અને વધતી જતી મોંઘવારી છે. જોકે આશા છે કે મધ્યમ ગાળામાં આ અવરોધો દૂર થઈ જશે. મે 2022 માટે કંપનીના વેચાણના આંકડા ખૂબ જ પ્રોત્સાહક છે. પેસેન્જર અને ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ આ મહિને રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે તેથી લાંબા ગાળા માટે કંપનીનો સ્ટોક પોઝિટિવ ઝોનમાં આગળ વધવાની શક્યતા છે.


ઘટાડે ખરીદારીની સલાહ :

ચોઈસ બ્રોકિંગના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુમિત બગડિયાનું માનવું છે કે, ટાટા મોટર્સના સ્ટોકનો ટ્રેન્ડ હવે સાઇડવેઝ ડાઉનથી સાઇડવેઝ અપ તરફ બદલાઈ ગયો છે. આ સ્ટોક રૂ. 470થી 480ના લેવલની ઉપર બંધ આવ્યા બાદ વધુ તેજીમાં જોવા મળી શકે છે. હાલમાં ટાટા ગ્રુપનો આ સ્ટોક 390થી 480ની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો છે. જે રોકાણકારોના પોર્ટફોલિયોમાં આ સ્ટોક હોય તેમણે આ સ્ટોક હોલ્ડ કરવાની સલાહ છે. બીજી તરફ નવા રોકાણકારો તેને 425 રૂપિયાના સ્તરે ખરીદી શકે છે. તેઓએ રૂ.390ના સ્ટોપલોસ સાથે ખરીદારી કરવી જોઈએ. એક્સપર્ટના મતે જ્યાં સુધી શેર રૂ. 390થી 480ની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો છે ત્યાં સુધી આ શેરમાં દરેક ઘટાડાને રોકાણ કરવાની તક તરીકે જોઇને ખરીદી કરવાની સલાહ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top