Xમાં મોટો ફેરફાર, જાણો બદલાવો અંગે એલન મસ્કે શું કહ્યું

Xમાં મોટો ફેરફાર, જાણો બદલાવો અંગે એલન મસ્કે શું કહ્યું

11/05/2024 Sci-Tech

SidhiKhabar

SidhiKhabar

Xમાં મોટો ફેરફાર, જાણો બદલાવો અંગે એલન મસ્કે શું કહ્યું

Elon Musk X New Update: એલન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વીટર) પર એક નવું અપડેટ લાવવાનું શરૂ કરી દીધું છે, જે તમારા દ્વારા બ્લોક કરાયેલા લોકો તમારી પોસ્ટ્સ અને તમારા ફોલોઅર્સની લિસ્ટ જોવાની મંજૂરી આપશે. કંપનીના જણાવ્યા અનુસાર, જો તમારી પોસ્ટ સાર્વજનિક છે, તો તમારા દ્વારા જે અકાઉન્ટને બ્લોક કરવામાં આવ્યા છે, તે તમારી પોસ્ટ જોઈ શકશે. એક પોસ્ટમાં આ અંગે માહિતી આપતા Xના એન્જિનિયરિંગે કહ્યું છે કે અમે બ્લોક ફંક્શનના અપડેટને લોન્ચ કરવાનું શરૂ કરી રહ્યા છીએ. જો કે, તેઓ તમારી પોસ્ટ્સ સાથે જોડાઇ નહીં શકે, જેમ કે જવાબ આપવો, રી-પોસ્ટ કરવી વગેરે.


આ ફેરફાર પર મસ્કે શું કહ્યું?

આ ફેરફાર પર મસ્કે શું કહ્યું?

બ્લોક એ એક સુવિધા છે જે તમને X પર અન્ય અકાઉન્ટ્સ સાથે કેવી રીતે ક્રિયાપ્રતિક્રિયા કરવા માગો છો, તેનું કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ સુવિધા કેટલાક ખાસ અકાઉન્ટ્સને ફોલો કરવા, સીધા મેસેજ મોકલવા અને તેમની સાથે કનેક્ટ થતા રોકવામાં મદદ કરે છે. તમને જણાવી દઈએ કે આ અગાઉ અબજપતિ મસ્કે કહ્યું હતું કે લોકોને તમારી પબ્લિક પોસ્ટ જોતા રોકવાનો કોઈ અર્થ નથી. હવે Xએ બ્લોક સુવિધામાં આ ફેરફાર શરૂ કર્યો છે, જેથી બ્લોક કરવામાં આવેલા લોકો પણ તમારી પબ્લિક પોસ્ટ્સ જોઈ શકશે, ભલે તમે તેમને બ્લોક કરી રાખ્યા હોય.


તો હવે બ્લોક કરવા પર શું થશે?

તો હવે બ્લોક કરવા પર શું થશે?

જો કે, આ અપડેટ સાથે, તમે જે અકાઉન્ટ બ્લૉક કર્યા છે તે તમને ફોલો નહીં કરી શકે અને તમે પણ બ્લૉક કરેલા અકાઉન્ટને ફૉલો નહીં કરી શકો. તમે હાલમાં જે અકાઉન્ટને ફોલો કરી રહ્યા છો તેને બ્લોક કરીને તમે તેને અનફોલો કરશો અને તે અકાઉન્ટ પણ તમને અનફોલો કરી દેશે. જો તમે તે અકાઉન્ટને અનબ્લોક કરવાનું નક્કી કરો છો, તો તમારે તેને ફરીથી ફોલો કરવું પડશે. બ્લોક કરવામાં આવેલા યુઝર્સ તે વ્યક્તિને ફોલો શકતા નથી જેણે તેમને બ્લોક કર્યા છે, તેમની પોસ્ટ્સ સાથે જોડાઈ નહીં શકે કે તેમને સીધા મેસેજ મોકલી શકતા નથી. સોશિયલ નેટવર્કે એ તર્ક આપ્યો છે કે બ્લોક ફીચરનો ઉપયોગ કોઈ વ્યક્તિ વિશેની હાનિકારક અથવા ખાનગી માહિતી છુપાવવા માટે થઈ શકે છે. જો કે લોકોએ આ ફેરફારનો વિરોધ કર્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top