સુરત સામુહિક આપઘાત કેસમાં મોટો ખુલાસો, વધુ એક સ્યુસાઇડ નોટ મળી, ભાગીદાર જ દુષ્પ્રેરણાનો નીકળ્યો મુખ્ય આરોપી! જાણો
સુરતના અડાજણમાં એક જ પરિવારના સાત લોકોના સામુહિક આપઘાત મામલે મોટો ખુલાસો થયો છે. સુરત ડીસીપી રાકેશ બારોટે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા જણાવ્યું, એક જ પરિવાર ના 7 સભ્યોએ આપઘાત કર્યો હતો. જે તે સમયે સ્યુસાઇડ નોટ મળેલી. તેમાં આરોપી ના નામ ન હતા, પરંતુ ઘરમાંથી રેકોર્ડ મળ્યા હતા. જેમાં ઇન્દ્રપાલ શર્માના 20 લાખ ના ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા. આરોપી દિવાળી પહેલા 20 લાખ ચૂકવી દેવા પ્રેશર કરતો હતો. ફર્નિચરના બિલ હતા, લોન પાસ કરી રૂપિયા આપવા બાબતે દબાણ કરતો હતો. મનીષ સોલંકી 1 કરોડની લોન માટે પ્રક્રિયા હાથ ધરી હતી પરંતુ લોન એપ્રુવ થઈ નહોતી. ભાગીદાર ઈન્દ્રપાલ જ દુષ્પ્રેરણાનો મુખ્ય આરોપી નીકળ્યો હતો. ભાગીદાર દ્વારા મનીષ સોલંકીને સામી દિવાળી એ ધંધાના લાખો રૂપિયા બીલો ભરવા દબાણ કરવામાં આવતું હતું, તપાસ દરમિયાન મનીષ સોલંકી ના ઘરેથી વધુ એક સ્યુસાઇડ નોટ મળી હતી, જેમાં ભાગીદાર ઇન્દ્રપાલ શર્માનું નામ હતું. ઇન્દ્રપાલ ફર્નિચર ન કામમાં મનીષ સોલંકીનો ભાગીદાર હતો.
સુરતના પાલનપુર પાટિયા વિસ્તારના સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં સી-2 બ્લિડિંગમાં રહેતા મનિષ સોલંકીએ પરિવારમાં માતા-પિતા, પત્ની અને ત્રણ બાળકોને ઝેરી દવા આપ્યા બાદ પોતે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.. ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ફર્નિચરના વ્યવસાય સાથે જોડાયેલા અને મોટા કોન્ટ્રાક્ટ રાખતાં મનિષ સોલંકી લાંબા સમયથી આર્થિક સંકરામણ અનુભવતા હોય તેવું પ્રાથમિક રીતે લોકોનું કહેવું છે. ઘટના જાણ થતા જ તેમના સંબંધીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. સુરત પોલીસે જણાવ્યું કે, અમને આપઘાત સ્થળથી એક ચિઠ્ઠી મળી આવી છે. જેમાં આર્થિક ભીંસમાં આવીને આપઘાત કર્યો હોય તેવુ લાગી રહ્યું છે. પરિવારના મોભી ફર્નિચર બનાવવાના કામ સાથે જોડાયેલા હતા. તેમના માથા પર દેવુ હતું, જેને કારણે આર્થિક ભીંસમાં આવી જતા તેમણે આપઘાત કરી લીધો હતો. છેલ્લા કેટલાક સમયથી રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હતી. પરંતુ રૂપિયા ચૂકવવામાં અસક્ષમ પરિવારના મોભીએ આ પગલુ ભર્યુ હતું. મનીષ સોલંકી મૂળ સુરેન્દ્રનગરના રહેવાસી હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp