બિહાર વિધાનસભામાં પાસ થયું અનામત સુધારા બીલ, જાણો કઈ જાતિને કેટલું વધારે મળશે

બિહાર વિધાનસભામાં પાસ થયું અનામત સુધારા બીલ, જાણો કઈ જાતિને કેટલું વધારે મળશે

11/09/2023 Politics

SidhiKhabar

SidhiKhabar

બિહાર વિધાનસભામાં પાસ થયું અનામત સુધારા બીલ, જાણો કઈ જાતિને કેટલું વધારે મળશે

બિહારની નીતિશ સરકારે આજે વિધાનસભામાં અનામતનો વ્યાપ વધારતું બીલ રજૂ કર્યું હતું જેમાં પછાત વર્ગો, અતિ પછાત વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ માટે 65 ટકા અનામત મળવાની જોગવાઈ છે. હાલ બિહારમાં આ વર્ગોને 50 ટકા અનામત મળે છે. જાતિ ગણતરીનો રિપોર્ટ રજૂ કર્યા બાદ સીએમ નીતિશ કુમારે રાજ્યમાં 65 ટકા અનામતની જાહેરાત કરી હતી. હાલ બિહારમાં અનામતની મર્યાદા 50 ટકા છે. ઇડબલ્યુએસને અલગથી 10 ટકા રિઝર્વેશન મળતું હતું. પરંતુ, જો નીતિશ સરકારનો પ્રસ્તાવ પાસ થઇ જાય તો અનામતની 50 ટકા મર્યાદા તૂટી જશે. બિહારમાં કુલ 65 ટકા અનામત મળશે. આ સિવાય ઈડબલ્યુએસનું 10 ટકા અનામત અલગ રહેશે.


કોને કેટલું અનામત મળશે?

કોને કેટલું અનામત મળશે?

બિહાર કેબિનેટે મંગળવારે જાતિ આધારિત અનામતને 50 ટકાથી વધારીને 65 ટકા કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. અત્યાર સુધી પછાત અને અતિ પછાત વર્ગોને 30 ટકા અનામત મળતું હતું પરંતુ જો નવી મંજૂરી મળશે તો 43 ટકા અનામતનો લાભ મળશે. એ જ રીતે અગાઉ અનુસૂચિત જાતિ માટે 16 ટકા અનામત હતી, હવે તેમને 20 ટકા અનામત મળશે. અનુસૂચિત જનજાતિ કેટેગરીમાં એક ટકા અનામત હતી, હવે બે ટકા અનામત મળશે. આ સિવાય તેને વધારીને 75 ટકા કરવાની દરખાસ્ત છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક રીતે પછાત સામાન્ય ગરીબ વર્ગ (EWS) માટે 10 ટકા અનામત આપવામાં આવી છે.તાજેતરમાં જ બિહારમાં જાતિની વસ્તી ગણતરીના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા.


સર્વસંમતિથી પાસ થયું અનામત બીલ

સર્વસંમતિથી પાસ થયું અનામત બીલ

નીતિશ સરકારના અનામત સુધારા બીલને વિધાનસભામાં તમામ પક્ષોએ ટેકો આપ્યો હતો. ભાજપે પણ તેને સમર્થન આપ્યું હતું અને તેને કારણે તે સર્વસંમતિથી પસાર થયું હતું.


75 ટકા અનામત લાગુ કરવામાં કેટલી અડચણ?

નીતિશ સરકારે રાજ્યમાં 75 ટકા અનામત લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. પરંતુ અનામત સુધારા બીલની રાહ સરળ નથી કારણે કે સુપ્રીમ કોર્ટે 50 ટકાથી વધુ અનામત ન આપવાનો નિયમ બનાવ્યો છે. તમિલનાડુ એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં 69 ટકા અનામત છે. તેનું કારણ પણ અલગ છે. આવી સ્થિતિમાં બિહારમાં અનામતની મર્યાદા વધારવી નીતિશની સાથે સાથે કેન્દ્રની મોદી સરકાર માટે પણ મુશ્કેલ સાબિત થઈ શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top