શું ભારતીય નાગરિક બનવા અગાઉ જ સોનિયા ગાંધીનું નામ મતદાર યાદીમાં હતું? ભાજપે લગાવ્યો મોટો આરોપ

શું ભારતીય નાગરિક બનવા અગાઉ જ સોનિયા ગાંધીનું નામ મતદાર યાદીમાં હતું? ભાજપે લગાવ્યો મોટો આરોપ

08/14/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

શું ભારતીય નાગરિક બનવા અગાઉ જ સોનિયા ગાંધીનું નામ મતદાર યાદીમાં હતું? ભાજપે લગાવ્યો મોટો આરોપ

ભારતીય જનતા પાર્ટી (BJP)એ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી પર ગંભીર આરોપ લગાવ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમનું નામ ભારતીય નાગરિક બન્યાના 3 વર્ષ અગાઉ જ મતદાર યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું. ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ઇટાલીમાં જન્મેલા સોનિયા ગાંધીનું નામ 1980માં મતદાર યાદીમાં જોડવામાં આવ્યું હતું, જ્યારે તેઓ 1983માં ભારતીય નાગરિક બન્યા હતા.

તો, ભાજપના IT સેલના વડા અમિત માલવિયાએ X પર 1980ની મતદાર યાદીની એક નકલ શેર કરી હતી, જેમાં નવી દિલ્હી સંસદીય મતવિસ્તારના સફદરજંગ રોડ પર સ્થિત મતદાન મથક નંબર 145ની મતદાર યાદીમાં ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સંજય ગાંધી, સોનિયા ગાંધી અને મેનકા ગાંધીના નામ નોંધાયેલા હતા. અમિત માલવિયાનો આરોપ છે કે, સોનિયા ગાંધી તે સમયે ઇટાલિયન નાગરિક હતા અને આ કાયદાનું ઉલ્લંઘન છે.


અમિત માલવિયાનો દાવો શું છે?

અમિત માલવિયાનો દાવો શું છે?

અમિત માલવિયાએ દાવો કર્યો હતો કે જનાઆક્રોશ બાદ, સોનિયા ગાંધીનું નામ 1982માં મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યું હતું, પરંતુ જાન્યુઆરી 1983માં ફરીથી જોડવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે આ પણ નિયમોની વિરુદ્ધ હતું, કારણ કે તે સમયે પણ તેમને 30 એપ્રિલ 1983ના રોજ ભારતીય નાગરિકતા મળી હતી, જ્યારે મતદાર નોંધણી માટે નક્કી કરાયેલ તારીખ 1 જાન્યુઆરી 1983 હતી.

ભાજપના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે સોનિયા ગાંધીનું નામ નાગરિકતા વિના 2 વાર મતદાર યાદીમાં જોડવામાં આવ્યું હતું, જે ચૂંટણીમાં ગેરરીતિનું સ્પષ્ટ ઉદાહરણ છે. તેમણે પ્રશ્ન કર્યો હતો કે રાજીવ ગાંધી સાથે લગ્ન કર્યાના માત્ર 15 વર્ષ બાદ જ તેમણે ભારતીય નાગરિકતા કેમ લીધી? અમિત માલવિયાએ X પોસ્ટમાં કહ્યું હતું કે સોનિયા ગાંધીનો ભારતની મતદાર યાદી સાથેનો સંબંધ ચૂંટણી કાયદાઓના ઘોર ઉલ્લંઘનથી ભરેલો છે, કદાચ આ જ કારણ છે કે રાહુલ ગાંધી અયોગ્ય અને ગેરકાયદેસર મતદારોને નિયમિત કરવાના પક્ષમાં છે અને ‘SIR’નો વિરોધ કરે છે.


સોનિયા ગાંધી પર ભાજપનો હુમલો

સોનિયા ગાંધી પર ભાજપનો હુમલો

અમિત માલવિયાએ કહ્યું કે સોનિયા ગાંધીનો જન્મ 1946માં ઇટાલીમાં એડવિજ એન્ટોનિયા અલ્બીના મિનો તરીકે થયો હતો, તેમણે 1968માં રાજીવ ગાંધી સાથે લગ્ન કર્યા હતા અને ભારત આવ્યા હતા. 1950ના લોક પ્રતિનિધિત્વ અધિનિયમ મુજબ, જે વ્યક્તિ ભારતની નાગરિક નથી તે મતદાર યાદીમાં નોંધણી કરાવવાને પાત્ર નથી. માલવિયાએ કહ્યું કે, ભારતીય નાગરિક બને તે અગાઉ તેમનું (સોનિયાનું) નામ સૌપ્રથમ 1980માં મતદાર યાદીમાં જોડાવામાં આવ્યું હતું. તે સમયે તેમની પાસે ઇટાલિયન નાગરિકતા હતી.

આ અગાઉ રાહુલ ગાંધીએ ભાજપ પર પલટવાર કરતાં દાવો કર્યો હતો કે, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને કર્ણાટક જેવા રાજ્યોમાં નકલી મતદારોને મતદાર યાદીમાં જોડવામાં આવ્યા છે. રાહુલે ચૂંટણી પંચ પર ભાજપ સાથે મળીને વોટ ચોરીનો આરોપ લગાવ્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top