Video: સંસદની બહાર હાઇવૉલ્ટેજ ડ્રામા, ભાજપના સાંસદનું માથું ફૂટ્યું; BJP નેતા બોલ્યા-'રાહુલના કારણે..'
Pratap Chandra Sarangi: સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે અને આંબેડકર પર ટિપ્પણીના મુદ્દે બંને ગૃહોમાં ભારે હોબાળો થઇ રહ્યો છે. આજે પણ સંસદ પરિસરમાં હાઇવોલ્ટેજ ડ્રામા (High Voltage Drama Outside Parliament) થયો હતો. વિરોધ દરમિયાન BJP સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગીનું માથું ફાટી ગયું અને તેમણે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર આંગળી ઉઠાવી દીધી.
એવો દાવો કરવામાં આવ્યો છે કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક સાંસદને ધક્કો માર્યો હતો, જેઓ પ્રતાપ સારંગી પર પડ્યા હતા અને તેમના માથામાં ઇજા થઇ હતી. સાંસદ સારંગીએ દાવો કર્યો હતો કે હું સીડી પાસે ઉભો હતો ત્યારે રાહુલ ગાંધીએ આવીને એક સાંસદને ધક્કો માર્યો, જેઓ પાછળથી મારા પર પડ્યા હતા. આ ઘટનાના કારણે તેઓ પણ પડી ગયા હતા.
#WATCH | Delhi | BJP MP Pratap Chandra Sarangi says, "Rahul Gandhi pushed an MP who fell on me after which I fell down...I was standing near the stairs when Rahul Gandhi came and pushed an MP who then fell on me..." pic.twitter.com/xhn2XOvYt4 — ANI (@ANI) December 19, 2024
#WATCH | Delhi | BJP MP Pratap Chandra Sarangi says, "Rahul Gandhi pushed an MP who fell on me after which I fell down...I was standing near the stairs when Rahul Gandhi came and pushed an MP who then fell on me..." pic.twitter.com/xhn2XOvYt4
લોકસભામાં વિપક્ષના નેતા અને રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધીએ પોતાનો પક્ષ રજૂ કરતા આ ઘટના અંગે સ્પષ્ટતા કરી હતી. તેણે કહ્યું કે, તે તમારા કેમેરામાં હોઇ શકે છે. હું સંસદના પ્રવેશદ્વારથી પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ભાજપના સાંસદોએ મને રોકવા, ધક્કો મારવા અને ધમકાવવાનો પ્રયાસ કર્યો. એટલે આ થયું...હાં, એમ થયું છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે મલ્લિકાર્જૂન ખડગેને ધક્કો મારવામાં આવી રહ્યો છે, પરંતુ અમે ધક્કા-મુક્કીથી પ્રભાવિત થતા નથી, પરંતુ આ પ્રવેશદ્વાર છે અને અમને અંદર જવાનો અધિકાર છે. ભાજપના સાંસદ અમને અંદર જતા રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મુખ્ય મુદ્દો એ છે કે તેઓ બંધારણ પર હુમલો કરી રહ્યા છે અને આંબેડકરજીની સ્મૃતિનું અપમાન કરી રહ્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp