વ્હીપ છતા ભાજપના 20થી વધુ સાંસદો મતદાનમાં ગેરહાજર રહ્યા, પક્ષે નોટિસ મોકલવાની તૈયારી કરી
BJP to send notice to over 20 MPs who skipped voting on One Nation One Election bill in Lok Sabha: એક રાષ્ટ્ર, એક ચૂંટણી બિલ આજે સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. અગાઉ, ભારતીય જનતા પાર્ટી (BJP)એ પોતાના સાંસદોને હાજર રહેવા માટે વ્હીપ જાહેર કર્યો હતો. આમ છતાં 20થી વધુ સાંસદો ગેરહાજર રહ્યા હતા. હવે ભાજપ તેમની પાસેથી જવાબ માગશે. વ્હીપ જાહેર થયા બાદ પણ ગેરહાજરીથી પાર્ટી નારાજ છે. મતદાન સમયે સાંસદો હાજર નહોતા.
અગાઉ, કેન્દ્રીય કાયદા મંત્રી અર્જૂનરામ મેઘવાલે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે યોજવા માટે લોકસભામાં બંધારણ સંશોધન બિલ રજૂ કર્યું હતું. કાયદા મંત્રીએ લોકસભામાં બંધારણ 129મો સુધારો) બિલ, 2024 અને કેન્દ્ર શાસિત કાયદા (સુધારા) બિલ, 2024 રજૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો, ચર્ચાના પ્રારંભિક રાઉન્ડ બાદ, વિપક્ષે મતોના વિભાજનની માગ કરી. બિલની તરફેણમાં 269 અને વિરોધમાં 198 સભ્યોએ મતદાન કર્યું હતું. બિલ રજૂ થયા બાદ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદોએ આકરા પ્રહારો કર્યા હતા
.
સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) અને મુખ્ય વિપક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC) બંનેએ બિલની રજૂઆત પહેલા તેમના તમામ સાંસદોને 3 લીટીનો વ્હીપ જાહેર કર્યો હતો. ભાજપ ઉપરાંત તેલુગુ દેશમ પાર્ટી (TDP) અને શિવસેના (શિંદે જૂથ) સહિતના તેના સાથીઓએ પણ તેમના સાંસદોને હાજર રહેવા વ્હીપ જાહેર કર્યો હતો.
નિયમો અનુસાર, બંધારણના આ સુધારાઓને લોકસભામાં પસાર કરવા માટે હાજર રહેલા અને મતદાનના બે તૃતિયાંશ સભ્યોનું સમર્થન જરૂરી છે. આજના દિવસને ઉદાહરણ તરીકે લેતા કોંગ્રેસે કહ્યું કે 461 સભ્યોએ બંધારણ સુધારો બિલ રજૂ કરવા માટે મતદાનમાં ભાગ લીધો હતો. જો બિલ પસાર કરવા માટે મતદાન થયું હોત, તો તે 461 માંથી 307 લોકોએ તેની તરફેણમાં મતદાન કરવું પડ્યું હોત, પરંતુ માત્ર 269 મતદાન કર્યું હતું, જેના કારણે કોંગ્રેસે કહ્યું હતું કે, "આ બિલને સમર્થન મળ્યું નથી... ઘણા પક્ષોએ વિરોધ કર્યો છે."
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp