BMCએ આ બોલિવુડ એક્ટરને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની નોટિસ મોકલી : જાણો અભિનેતાએ શુ જવાબ આપ્યો

BMCએ આ બોલિવુડ એક્ટરને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની નોટિસ મોકલી : જાણો અભિનેતાએ શુ જવાબ આપ્યો

12/06/2021 Glamour

SidhiKhabar

SidhiKhabar

BMCએ આ બોલિવુડ એક્ટરને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની નોટિસ મોકલી : જાણો અભિનેતાએ શુ જવાબ આપ્યો

બોલિવૂડ એક્ટર સોનુ સૂદ (Sonu Sood) ફરી એકવાર મુશ્કેલીમાં ફસાયેલો જોવા મળી રહ્યો છે. બૃહમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ અભિનેતાને જુહુમાં તેની હોટલમાં ગેરકાયદેસર બાંધકામને લઈને નોટિસ મોકલી છે. આ વર્ષે જુલાઈમાં, BMCએ સોનુ સૂદને તેની જુહુની હોટલને ફરીથી એક નિવાસી (Resident) બિલ્ડીંગમાં ફેરવવા અને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા નોટિસ પાઠવી હતી. જે પછી સોનુ સૂદે કહ્યું હતું કે 'તે આ બિલ્ડીંગનું રિનોવેશન જાતે કરશે'. જોકે, BMC દ્વારા ગયા મહિને જારી કરાયેલી નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે, સોનુ સૂદે હજુ સુધી બિલ્ડિંગનું રિનોવેશન કર્યું નથી.


બીએમસીની સૂચના

હવે તાજેતરમાં BMC નોટિસમાં સૂદને સંબોધીને કહેવામાં આવ્યું છે કે, તમે તમારા પત્રમાં જણાવ્યું છે કે તમે બિલ્ડિંગના હાલના 1 થી 6ઠ્ઠા માળે રહેવા/જમવાની પ્રવૃત્તિ બંધ કરી દીધી છે અને આયોજન મુજબ તેનો ઉપયોગ રહેવાસીઓ માટે કરવામાં આવશે'. અને તે માટેના જરૂરી કામનો પણ ઉલ્લેખ કર્યો છે. ઉપરાંત તમે ઉલ્લેખ કર્યો છે કે, પુનઃસ્થાપન માટે જરૂરી કામ ચાલુ છે. પરંતુ આ ઑફિસ (BMC ઑફિસ) એ 20.10.2021 ના ​​રોજ સાઇટનું નિરીક્ષણ કર્યું છે અને તે રિપોર્ટ મુજબ માલુમ પડ્યું  છે કે, તમે અત્યાર સુધી મંજૂર પ્લાન મુજબ કામ શરૂ કર્યું નથી.' તેવું નહીં થાય તો MMC એક્ટની કલમ 394 હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.


કે-વેસ્ટ વોર્ડના સૌથી વરિષ્ઠ અધિકારીઓમાંના એકે જણાવ્યું હતું કે, 'સોનુ સૂદ વિરુદ્ધ ગયા અઠવાડિયે જ કાર્યવાહી કરવામાં આવી છે અને જ્યારે કોર્ટ તેને સમન્સ મોકલશે ત્યારે તેણે નિયમો અને આદેશોનું પાલન કરવું પડશે. જો રહેવાની સેવાઓ હજુ પણ ચાલુ રહેશે, તો BMC પાસે બીજી ફરિયાદ દાખલ કરવાની સત્તા છે, જ્યાં તેને દૈનિક ધોરણે દંડ ફટકારવામાં આવી શકે છે.'


સોનુ સૂદનો જવાબ

સોનુ સૂદનો જવાબ

સોનુ સૂદે BMCની નોટિસનો જવાબ આપ્યો છે અને કહ્યું છે કે, તેમની હોટેલને રેસિડેન્ટ બિલ્ડિંગમાં બદલી દેવામાં આવી છે. એક ઈન્ટરવ્યુમાં સોનુએ કહ્યું હતું કે, 'દરખાસ્ત પ્રક્રિયા ચકાસણી હેઠળ છે, અને તે મુજબ, જરૂરી પાલન કરવામાં આવી રહ્યું છે. તે તમામ યોગ્ય પ્રોટોકોલ અને પ્રક્રિયાનું પાલન કરી રહ્યો છે, પરંતુ તે કોઈપણ પ્રકારની કાર્યવાહીથી વાકેફ નથી કારણ કે તેને હજુ સુધી તેની જાણ કરવામાં આવી નથી. અમે પહેલાથી જ બિલ્ડિંગમા જરૂરી ફેરફાર કરી ચૂક્યા છીએ અને BMCને વિગતો સબમિટ કરી દીધી છે. હવે દસ્તાવેજીકરણનું કામ ચાલી રહ્યું છે અને હું કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતો નથી.'


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top