મુંબઈ : અભિનેતા સુનીલ શેટ્ટીની બિલ્ડીંગ બીએમસી દ્વારા સીલ કરાઈ, જાણો શું છે કારણ

મુંબઈ : અભિનેતા સુનીલ શેટ્ટીની બિલ્ડીંગ બીએમસી દ્વારા સીલ કરાઈ, જાણો શું છે કારણ

07/12/2021 Glamour

SidhiKhabar

SidhiKhabar

મુંબઈ : અભિનેતા સુનીલ શેટ્ટીની બિલ્ડીંગ બીએમસી દ્વારા સીલ કરાઈ, જાણો શું છે કારણ

મુંબઈ: અભિનેતા સુનીલ શેટ્ટી (Sunil Shetty) જ્યાં રહે છે તે મુંબઈના અલ્ટામાઊન્ડ રોડ પરની પૃથ્વી અપાર્ટમેન્ટસ (Pruthvi Apartments) બિલ્ડીંગ બીએમસી (BMC) દ્વારા સીલ કરી દેવામાં આવી છે. અહીં સુનીલ શેટ્ટીનું ઘર આવેલું છે, જોકે હાલ તેઓ તેમના આખા પરિવાર સાથે બહાર છે.

પૃથ્વી અપાર્ટમેન્ટસમાં કોરોનાના વધુ કેસ નોંધાતા બીએમસી દ્વારા સીલ કરી દેવામાં આવી છે. બીએમસીના નિયમો અનુસાર, કોઈ પણ બિલ્ડીંગમાં કોરોનાના પાંચથી વધુ કેસ નોંધાય તો તેને સીલ કરવામાં આવશે. આ જ કારણે પૃથ્વી અપાર્ટમેન્ટસને પણ સીલ કરી દેવામાં આવી છે.

આ ઈમારતમાં ૩૦ માળ અને ૧૨૦ ફ્લેટ્સ છે. કોરોનાના કેસ જ્યારે પિક પર હતા ત્યારે પણ આ વિસ્તારમાં કેસ આવ્યા હતા. હવે વધુ કેસ આવતા ફરીથી બિલ્ડીંગ સીલ કરી દેવામાં આવી છે.

ન્યુઝ એજન્સી એએનઆઈ (ANI) દ્વારા બીએમસી આસિસ્ટન્ટ કમિશ્નર પ્રશાંત ગાયકવાડના નિવેદનને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, કેટલાક લોકો કોરોના પોઝિટીવ આવ્યાનું જણાતા બીએમસી દ્વારા દક્ષિણ મુંબઈના અલ્ટામાઉન્ટ રોડ પર સ્થિત પૃથ્વી અપાર્ટમેન્ટસ સીલ કરી દેવામાં આવી છે. બોલિવુડ એક્ટએ સુનીલ શેટ્ટીનું પણ ઘર આવેલું છે. જોકે, તેમણે કહ્યું હતું કે, સુનીલ અને તેમનો આખો પરિવાર સુરક્ષિત છે.

સુનીલ શેટ્ટીના પ્રવક્તા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તેમનો પરિવાર ઘણા સમયથી અહીં રહે છે. પરંતુ હાલ તમામ લોકો મુંબઈથી બહાર છે. આ ઈમારતમાં તેમના સિવાય ૨૫ અન્ય પરિવારો પણ વસવાટ કરે છે. જેમના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top