ગાંધીનગરમાં એક તબેલાની ભેંસો દારૂ પીને ટલ્લી થઇ ગઈ, તપાસ કરતા માલિકની કરતૂત સામે આવી

ગાંધીનગરમાં એક તબેલાની ભેંસો દારૂ પીને ટલ્લી થઇ ગઈ, તપાસ કરતા માલિકની કરતૂત સામે આવી

07/08/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગાંધીનગરમાં એક તબેલાની ભેંસો દારૂ પીને ટલ્લી થઇ ગઈ, તપાસ કરતા માલિકની કરતૂત સામે આવી

ગાંધીનગર: થોડા દિવસો પહેલા ઉંદરો દારૂ પીને ટલ્લી થઇ ગયા હોવાના સમાચાર આવ્યા હતા, હવે ભેંસોએ (Buffaloes) દારૂના નશામાં ધમાલ મચાવી હોવાના સમાચાર સામે આવ્યા છે. અલબત્ત, આ વખતે ઘટના ગુજરાતની છે. જ્યાં ગાંધીનગરમાં (Gandhinagar) એક તબેલાની ભેંસો દારૂના નશામાં ધૂત થઇ ગઈ હતી!

જોકે, આ ભેંસોએ તેમના માલિકના કાળા કામોના કારણે તકલીફ ભોગવવાનો વારો આવ્યો હતો. માલિકે મોટા પ્રમાણમાં તબેલામાં દારૂ સંતાડીને રાખ્યો હતો. કોઈક કારણોસર બોટલો ખુલી ગઈ અને પાણી અને દારૂ મિશ્ર થઇ ગયા. ત્યારપછી જેટલી પણ ભેંસ આ પાણી પીવા આવી, તેમને દારૂ મિશ્રિત પાણી પીવાના કારણે નશો ચડી ગયો હતો.

પાણી પીધા બાદ ભેંસો બેકાબૂ થઈને આમતેમ કૂદવા લાગી અને ધમાલ કરવા લાગી હતી. જ્યારે દારૂની અસર થવાના કારણે બે ભેંસ બીમાર પડી હતી. તેમની આ હાલત જોઇને માલિકે પશુઓના ડોક્ટરનો સંપર્ક કર્યો. ડોક્ટરે આવીને જોતા તેમને પાણી અલગ જ રંગનું દેખાયું અને તેમાંથી દુર્ગંધ પણ આવી રહી હતી. ડોક્ટરે આ વિશે પૂછતાં માલિકે કહ્યું કે ઝાડના પાન પડવાથી આમ થયું હશે.

ડોક્ટરને શક જતા એલસીબીને જાણ કરી

પરંતુ ડોક્ટરને શક જતા તેમણે એલસીબીને આ બાબતની જાણકારી આપી હતી. ત્યારબાદ પોલીસ તબેલા ઉપર પહોંચી તો તેમને શોધખોળ કરતા મોટા પ્રમાણમાં દારૂની બોટલો મળી આવી હતી. તબેલામાંથી મળેલ દારૂની કુલ કિંમત લગભગ ૩૫ હજાર જેટલી હોવાનું કહેવાયું છે. જાણવા મળ્યું કે બોટલો તૂટી ગઈ અને જેથી દારૂના પાણીમાં ભળી ગઈ અને તે પાણી ભેંસોએ પી લીધું.

પોલીસે મામલાની તપાસ કર્યા બાદ તબેલાના માલિક દિનેશ ઠાકોર, અંબારામ ઠાકોર અને રવિ ઠાકોર વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ દારૂની બોટલો જપ્ત કરી લીધી છે.

તમિલનાડુની એક વાઈન શોપમાં ઉંદરો દારૂ પી ગયા હતા

ઉલ્લેખનીય છે કે આ પહેલા તમિલનાડુમાંથી આ પ્રકારની જ ઘટના સામે આવી હતી. જ્યાં એક વાઈન શોપ લોકડાઉનમાં લાંબો સમય બંધ રહેતા ઉંદરો ઉત્પાત મચાવીને દારૂની ૧૨ બોટલો ગટગટાવી ગયા હતા. ત્યારબાદ કર્મચારીઓએ શોપ ખોલીને જોતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. જોકે, ગુજરાતમાં દારૂબંધી હોવાથી અહીં દારૂનો સંગ્રહ કે વેચાણ કરવાથી ગુનો લાગુ પડે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top