Gujarat : સમગ્ર ગુજરાતમાં 'ઢોર નિયંત્રણ કાયદો' પાછો લેવાની માંગ સાથે પશુપાલકોનો ઉગ્ર વિરોધ; હજા

Gujarat : સમગ્ર ગુજરાતમાં 'ઢોર નિયંત્રણ કાયદો' પાછો લેવાની માંગ સાથે પશુપાલકોનો ઉગ્ર વિરોધ; હજારો લીટર દૂધ ઢોળી દેવાયું

09/21/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Gujarat : સમગ્ર ગુજરાતમાં 'ઢોર નિયંત્રણ કાયદો' પાછો લેવાની માંગ સાથે પશુપાલકોનો ઉગ્ર વિરોધ; હજા

ગુજરાત ડેસ્ક : આજે સમગ્ર ગુજરાતમાં પશુપાલકો ઢોર નિયંત્રણ કાયદો પાછો ખેંચવાની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે. માલધારી સમાજની દૂધ-હડતાળના કારણે ગઈકાલે મોડી રાતે શરૂ થયેલી દૂધની અછત આજે દૂધના કકળાટમાં ફેરવાઈ ગઈ છે. કારણ કે અત્યારે ગોવાળો રાજ્યભરમાં દૂધ ઢોળીને વિરોધ કરી રહ્યા છે. એટલું જ નહીં રાજકોટ, સુરત સહિત અનેક શહેરોમાં દૂધ સપ્લાય કરતા વાહનો અટકાવીને વિરોધ કરવામાં આવી રહ્યો છે.


બોટાદમાં આજે દૂધ વિતરણ વ્યવસ્થા અટકાવી દેવામાં આવી હતી

બોટાદમાં આજે દૂધ વિતરણ વ્યવસ્થા અટકાવી દેવામાં આવી હતી

ભાવનગરના બોટાદમાં શહેર અને જિલ્લાની ડેરીઓમાં દૂધનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે. પશુપાલકોના બંધને ડેરીઓ અને દુકાનદારોએ સમર્થન આપ્યું છે. બોટાદમાં આજે દૂધ વિતરણ વ્યવસ્થા બંધ કરી દેવામાં આવી છે.

જેતપુરમાં પશુપાલકો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. આગેવાનોએ શહેરમાં મૌન રેલી કાઢી વિરોધ નોંધાવ્યો છે. પશુપાલકોએ મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપ્યું છે. જેતપુર શહેર અને જિલ્લામાં દૂધ વિતરણ વ્યવસ્થા બંધ કરી દેવામાં આવી છે.


જામનગરમાં 200 પશુપાલકો પણ આંદોલનમાં જોડાયા હતા

જામનગરમાં 200 પશુપાલકો પણ આંદોલનમાં જોડાયા હતા

જામનગરમાં પણ પશુપાલકો આંદોલનમાં જોડાયા છે. ખોડિયાર કોલોની પાછળ 200 જેટલા પશુપાલકો આંદોલનમાં જોડાયા છે. અહીં દરરોજ 3 હજાર લિટરથી વધુ દૂધ આવે છે. આ ઉપરાંત રાજકોટ-કોલાવડ રોડ પર મેટોડા પાટિયા પાસે પશુપાલકોએ ટેન્કર રોકીને વિરોધમાં દૂધ ઢોળ્યું છે. દૂધ ઢોળીને પશુપાલકોએ ઉગ્ર વિરોધ કર્યો છે.

સુરતમાં પશુપાલકોએ તાપી નદીમાં દૂધ ઢોળી ઉગ્ર વિરોધ કર્યો

સુરતમાં પશુપાલકો દ્વારા આજે દૂધ નહીં વેચવાની જાહેરાત કરવામાં આવી છે. આથી ડભોલી-જહાંગીર પુરા પુલ પરથી પશુપાલકો દ્વારા તાપી નદીમાં દૂધ ઠાલવવામાં આવ્યું હતું. વહેલી સવારે પશુપાલકો ડબ્બામાંથી દૂધ ગરમ કરીને નદીમાં ઠાલવતા હતા. પશુપાલકોએ દૂધનો નાશ કરીને વિરોધ કર્યો છે. જો કે સાધુ સંતો દ્વારા દૂધ રેડવાની મનાઈ ફરમાવવામાં આવી છે.


વડોદરામાં પશુપાલકોએ શ્વાનને દૂધ આપીને અનોખો વિરોધ કર્યો હતો

વડોદરામાં પશુપાલકોએ શ્વાનને દૂધ આપીને અનોખો વિરોધ કર્યો હતો

બીજી તરફ વડોદરામાં પશુપાલકોએ દૂધ ઢોળવાને બદલે અનોખો વિરોધ કર્યો છે. વડોદરામાં પશુપાલકોએ કૂતરાઓને દૂધ પીવડાવ્યું. શહેરની મોટાભાગની દુકાનો બંધ રહી હતી. જ્યારે રાજકોટમાં દરરોજ હજારો લિટર દૂધ ભરતી ચાની કીટલી અને દૂધની ડેરીઓ બંધ કરી દેવામાં આવી છે. ચાની કીટલી અને કીટલી જે દૂધનું વિતરણ કરતી નથી તે બંધ કરી દેવામાં આવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top