ચીને ફરી અવળચંડાઇ કરી! મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડને આતંકવાદી જાહેર કરનારા પ્રસ્તાવ પર રોક લગાવી

ચીને ફરી અવળચંડાઇ કરી! મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડને આતંકવાદી જાહેર કરનારા પ્રસ્તાવ પર રોક લગાવી

09/17/2022 World

SidhiKhabar

SidhiKhabar

ચીને ફરી અવળચંડાઇ કરી! મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડને આતંકવાદી જાહેર કરનારા પ્રસ્તાવ પર રોક લગાવી

ચીને શુક્રવારે ફરી એકવાર યુનાઇટેડ નેશન્સ ખાતે અમેરિકા અને ભારત દ્વારા લાવવામાં આવેલા પ્રસ્તાવ પર રોક લગાવી દીધી છે. આ પ્રસ્તાવમાં લશ્કર-એ-તૈયબા (LeT)ના સાજિદ મીરને 'વૈશ્વિક આતંકવાદી' જાહેર કરવાનો હતો. સાજિદ મીર ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી છે અને તે 2008ના મુંબઈ હુમલામાં સામેલ હતો.


યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલની 1267 અલ-કાયદા પ્રતિબંધ સમિતિ હેઠળ યુ.એસ.એ મીરને વૈશ્વિક આતંકવાદી તરીકે બ્લેકલિસ્ટ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને ભારતે સમર્થન આપ્યું હતું. સાજિદ મીર લશ્કર-એ-તૈયબા (LeT)નો ટોચનો કમાન્ડર છે અને તે લશ્કર-એ-તૈયબાના 'ભારત સેટઅપ'નો પ્રભારી છે.


મીર મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ્સમાંનો એક છે. તે અત્યાર સુધીના સૌથી મોટા વિદેશી લશ્કર-એ-તૈયબાના આતંકવાદી હુમલા માટે જવાબદાર હતો, જેના પરિણામે ભારત અને પશ્ચિમી દેશો સહિત અનેક દેશોના નાગરિકો માર્યા ગયા હતા.

આ હુમલા દરમિયાન 175 લોકો માર્યા ગયા જેમાં18 પોલીસ કર્મચારીઓ, 122 લોકો 26 વિદેશી અને 9 આતંકવાદીઓ સામેલ હતા અને 291 ઘાયલ થયા (25 પોલીસ કર્મચારીઓ, 243 લોકો, 22 વિદેશીઓ અને એક આતંકવાદી અજમલ કસાબ). મીર નવેમ્બર 2008ના મુંબઈ આતંકી હુમલા માટે લશ્કર-એ-તૈયબાનો પ્રોજેક્ટ મેનેજર હતો. તેણે સેટેલાઇટ ફોન દ્વારા હુમલામાં સામેલ આતંકવાદીઓને ઓપરેશન દરમિયાન બંધકોને ફાંસી આપવા માટે સૂચના આપી હતી. તે ભારતમાં લશ્કર ઓપરેટિવ્સ શરૂ કરવામાં પણ સક્રિયપણે સામેલ છે.


પાકિસ્તાનનું પરમ મિત્ર ચીન સતત બ્લેકલિસ્ટ કરવા માટે પાકિસ્તાની આતંકવાદીઓના માર્ગમાં અવરોધ બની રહ્યું છે. જૂનમાં ચીને છેલ્લી ઘડીએ અન્ય પાકિસ્તાની આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીને આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવમાં પણ અવરોધ ઊભો કર્યો હતો. મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવમાં પણ ચીને અવરોધ ઊભો કર્યો હતો. 2016ના પઠાણકોટ આતંકી હુમલા બાદ મસૂદને વૈશ્વિક આતંકવાદી તરીકે નિયુક્ત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ 2019માં પુલવામા આતંકી હુમલા બાદ તેને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top