રાષ્ટ્રપતિ બન્યા બાદ પોતાના પહેલા ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે TikTok પર આપ્યુ મોટું નિવેદન, બોલ્યા- 'ચ

રાષ્ટ્રપતિ બન્યા બાદ પોતાના પહેલા ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે TikTok પર આપ્યુ મોટું નિવેદન, બોલ્યા- 'ચીન યુવાનો અને નાના બાળકોની..'

01/23/2025 World

SidhiKhabar

SidhiKhabar

રાષ્ટ્રપતિ બન્યા બાદ પોતાના પહેલા ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે TikTok પર આપ્યુ મોટું નિવેદન, બોલ્યા- 'ચ

Donald Trump on TikTok: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે (23 જાન્યુઆરી) તેમના બીજા રાષ્ટ્રપતિ કાર્યકાળનું પહેલું ઇન્ટરવ્યૂ આપ્યું હતું. આ મુલાકાતમાં, રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચીનની માલિકીના વીડિયો શેરિંગ પ્લેટફોર્મ TikTokથી રાષ્ટ્રીય સુરક્ષાના જોખમો અંગે ચિંતાઓ અંગે વાત કરી હતી. ફોક્સ ન્યૂઝ સાથે વાત કરતા, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, 'શું તે એટલું જરૂરી છે? શું ચીન યુવાનો અને નાના બાળકોની જાસૂસી કરવા માટે ક્રેઝી વીડિયો જોશે?' જોકે, ટ્રમ્પે કહ્યું હતું કે ચીન ભવિષ્યમાં અમેરિકન યુઝર્સની જાસૂસી કરવા માટે TikTokનો ઉપયોગ કરી શકે છે.


ટ્રમ્પે TikTok ના મોટા જોખમ અંગે વ્યક્ત કરી ચિંતા

ટ્રમ્પે TikTok ના મોટા જોખમ અંગે વ્યક્ત કરી ચિંતા

ડોનાલ્ડ ટ્રમ્પે ફોક્સ ન્યૂઝને જણાવ્યું હતું કે, TikTok ઉપરાંત, બીજું મોટું જોખમ એ હોઇ શકે છે કે ચીન, ફોન અને કમ્પ્યુટર જેવા બધા ઉપકરણો બનાવે છે, જેનો ઉપયોગ તે અમેરિકન લોકોની જાસૂસી કરવા માટે કરી શકે છે. તે ફોન બનાવે છે અને તે કમ્પ્યુટર બનાવે છે. આ ઉપરાંત, ઘણા અન્ય સાધનો પણ બનાવવામાં આવે છે. શું આ એક મોટું જોખમ નથી?"


બાઇટડાન્સ કંપનીએ જાસૂસીના આરોપોને નકારી કાઢ્યા

બાઇટડાન્સ કંપનીએ જાસૂસીના આરોપોને નકારી કાઢ્યા

બાઇટડાન્સની માલિકીની TikTok અગાઉથી જ તેના યુઝર્સની જાસૂસીના આરોપોને નકારી ચૂકી છે. તો, પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેનના પ્રશાસનિક અધિકારીઓના સંદર્ભે, બ્લૂમબર્ગે અહેવાલ આપ્યો છે કે આ ચીની માલિકીની વીડિયો શેરિંગ એપ્લિકેશન પર વપરાશકર્તાઓના નામ, સરનામું, ક્રેડિટ કાર્ડ, ખરીદી માહિતી, ઉપકરણ અને નેટવર્ક માહિતી, GPS લોકેશન ડેટા, બાયોમેટ્રિક ઓળખ, કીસ્ટ્રોક પેટર્ન અને વ્યવહારિક ડેટા એકત્રિત કરવાનો આરોપ છે.


ડોનાલ્ડ ટ્રમ્પે TikTok પરનો પ્રતિબંધ ટાળી દીધો

ડોનાલ્ડ ટ્રમ્પે TikTok પરનો પ્રતિબંધ ટાળી દીધો

તેમના રાષ્ટ્રપતિ કાર્યકાળના પહેલા દિવસે, ડોનાલ્ડ ટ્રમ્પે એક એક્ઝિક્યૂટિવ ઑર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા અને તેના દ્વારા, ટ્રમ્પે TikTok પરનો પ્રતિબંધને ટાળી દીધો હતો. આ ઉપરાંત, ડોનાલ્ડ ટ્રમ્પે બાઇટડાન્સને કંપની વેચવા માટે 75 દિવસનો સમય આપ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પનું એવું માનવું છે કે TikTokએ તેમને યુવા મતદારો સાથે જોડાવામાં મદદ કરી, જે તેમને અમેરિકન ચૂંટણી જીતવામાં મદદરૂપ સાબિત થયું. આ ઉપરાંત, ટ્રમ્પે એવો પણ પ્રસ્તાવ મૂક્યો હતો કે તેમના સાથીદાર અને ટેસ્લાના CEO એલોન મસ્કે TikTok ખરીદીને અમેરિકન સરકાર સાથે ભાગીદારીમાં ચલાવવું જોઇએ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top