હાર્દિક પંડ્યાએ તોડ્યો જસપ્રીત બૂમરાહનો મોટો રેકોર્ડ, આ મામલે આગળ નીકળી ગયો
Hardik Pandya: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની T-20 શ્રેણીની પ્રથમ મેચમાં હાર્દિક પંડ્યાએ એક મોટું કારનામું કર્યું. તેણે જસપ્રીત બૂમરાહનો મોટો રેકોર્ડ તોડ્યો. હાર્દિકે T20 ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે જસપ્રીત બૂમરાહનો તો અર્શદીપ સિંહે યુઝવેન્દ્ર ચહલનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
T20 ફોર્મેટમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેવાના મામલે હાર્દિક હવે ચોથા ક્રમે આવી ગયો છે. આ મામલે તેણે જસપ્રીત બૂમરાહને પાછળ છોડી દીધો છે, જેણે ભારત માટે T20માં 89 વિકેટ ઝડપી છે. પરંતુ હાર્દિકે હવે 90 વિકેટ લઈને તેને પાછળ છોડી દીધો છે.
હાર્દિકે જેકબ બેથલને નિશાનો બનાવ્યો હતો
આ મેચમાં હાર્દિક પંડ્યાએ જેકબ બેથલની વિકેટ લેતાની સાથે જ તેણે જસપ્રીત બૂમરાહનો રેકોર્ડ તોડી દીધો હતો. લખાઈ રહ્યું છે ત્યારે હાર્દિક T20 ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લેનારો ચોથો ભારતીય ખેલાડી બની ગયો છે. હાર્દિકે 110 T20 મેચમાં આ સિદ્ધિ મેળવી હતી.
અર્શદીપ સિંહે પણ ઈંગ્લેન્ડને પ્રથમ બે ઝટકા આપીને ઈતિહાસ રચ્યો હતો. તે T20માં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનારો બોલર બન્યો હતો. અર્શદીપે યુઝવેન્દ્ર ચહલને પાછળ છોડી દીધો છે, જેણે 80 T20 મેચમાં 96 વિકેટ ઝડપી છે.
T20I માં ભારત માટે સૌથી વધુ વિકેટ
97 અર્શદીપ સિંહ (61)
96 યુઝવેન્દ્ર ચહલ (80)
90 ભુવનેશ્વર કુમાર (87)
90 હાર્દિક પંડ્યા (110)
89 જસપ્રીત બુમરાહ (70)
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp